AMC સંચાલિત શાળાઓની ગંભીર બેદરકારી, કોરોના વચ્ચે પણ પરીક્ષા લેવાતા વિવાદ,બંને શાળાનાં આચાર્ય સસ્પેન્ડ

|

Jul 28, 2020 | 8:37 AM

કોરોનાનો કેર અટકવાનું નામ નથી લઈ રહ્યો તેવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓની ગંભીર બેદરકારી સામે આવી છે. AMC સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. શહેરની એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવાયા હતા. જોકે TV9 પર અહેવાલ પ્રસારીત થયા બાદ એકાએક તંત્ર હરકતમાં આવ્યું હતું અને […]

AMC સંચાલિત શાળાઓની ગંભીર બેદરકારી, કોરોના વચ્ચે પણ પરીક્ષા લેવાતા વિવાદ,બંને શાળાનાં આચાર્ય સસ્પેન્ડ
http://tv9gujarati.in/amc-sanchalit-sh…aacharya-suspend/

Follow us on

કોરોનાનો કેર અટકવાનું નામ નથી લઈ રહ્યો તેવા સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓની ગંભીર બેદરકારી સામે આવી છે. AMC સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. શહેરની એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવાયા હતા. જોકે TV9 પર અહેવાલ પ્રસારીત થયા બાદ એકાએક તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેમણે બંને શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દીધા. સામે આવેલો વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે કે, નાના નાના બાળકોને શાળામાં બોલાવ્યા હતા. અહીં દરેક બાળકને પરીક્ષા માટે પુરવણી આપેલી પણ દેખાય છે જોકે કોરોના સંકટ વચ્ચે આટલી મનાઈ હોવા છતા તંત્ર સંચાલિત શાળા આટલી બેદરકાર કઈ રીતે હોઈ શકે. AMC સ્કૂલ બોર્ડની આ ગંભીર બેદરકારી બાળકોના જીવને જોખમમાં પણ મુકી શકે છે. વીડિયોમાં કેટલાક બાળક તો માસ્ક વગર પણ નજરે પડે છે જોકે હવે બંને શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા છે.

Next Article