AMC નો મોટો નિર્ણય, વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, અને આ સ્થળોએ નહીં મળે પ્રવેશ

|

Sep 17, 2021 | 6:03 PM

AMC એ વેક્સિનને લઈને મોટો નિર્ણય લીધો છે. જો વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, તેમજ અમદાવદના આ સ્થળોએ પ્રવેશ નહીં આપવામાં આવે.

AMC નો મોટો નિર્ણય, વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, અને આ સ્થળોએ નહીં મળે પ્રવેશ
amc big decisions only individuals with one or both doses will be given entry to the amts brts station and this place

Follow us on

AMC એ વેક્સિનને લઈને મોટો નિર્ણય લીધો છે. જો વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, તેમજ અમદાવદના આ સ્થળોએ પ્રવેશ નહીં આપવામાં આવે. જો વેક્સિનનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લેવા યોગ્ય લોકોએ વેક્સિન લીધેલી હશે તો જ જાહેર સ્થળોએ તેમને એન્ટ્રી આપવામાં આવશે.

એક અથવા બંને ડોઝ (જો લેવા માટે યોગ્ય હોય તો) વેક્સિન લીધી હોય તેમને વિવિધ મ્યુનિસિપલ સેવાઓ પર એન્ટ્રી આપવામાં આવશે. પ્રવેશદ્વાર પર રસી પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે. 20 સપ્ટેમ્બર, સોમવારથી આ નિયમ અસરકારક બનશે.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

કયા નહીં મળે પ્રવેશ ?

AMTS- BRTS, કાંકરિયા લેક ફ્રન્ટ, પ્રાણીસંગ્રહાલય, રિવરફ્રન્ટ, લાયબ્રેરી, જિમ્નેશિયમ, સ્વીમીંગ પુલ
AMC સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિટી સિવિક સેન્ટર, અને AMCની તમામ કચેરી પર જો વેક્સિન નહીં લીધી હોય તો પ્રવેશ નહીં મળે. આ સ્થળોએ પ્રવેશ મેળવવા માટે વેક્સિન સર્ટીફિકેટ બતાવવું જરૂરી બનશે.

ઉલ્લખનીય છે કે વેક્સિનેશન વધે તે માટે AMC વધુને વધુ પગલા લઇ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના 71માં જન્મદિવસે અમદાવાદમાં (Ahmedabad) મેગા રસીકરણ (Vaccination) અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને સરળતાથી રસી મળે તે માટે AMTS અને BRTS સ્ટેશન પર જ રસીકરણના બુથ લગાવ્યા છે.

તેમજ AMTSના જુદા-જુદા 12 ટર્મિનસ અને BRTSના 15 સ્ટેશન પર લોકોને રસી આપવામાં આવી રહી છે. અહીં નોકરી-ધંધે જતા લોકોને ઝડપથી રસી મળતા સમય બચી ગયો છે. જેથી લોકોએ તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમજ AMTS અને BRTS સ્ટેશન પર સવારે 6થી લઈને રાત્રે 10 સુધી રસી આપવામાં આવશે. આ બાદ હવે AMC એ વેક્સિન ના લીધી હોય તેવા લોકોને જાહેર સ્થળોએ પ્રવેશ માટે પ્રતિબંધ લગાવ્યો છે.

 

 

આ પણ વાંચો: Gujarat : મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે મેગા ડ્રાઈવ, બપોર સુધીમાં 10 લાખ લોકોએ રસી લીધી

આ પણ વાંચો: Gujarat : 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, હજુ પણ 20 ટકા વરસાદની ઘટ

Published On - 5:24 pm, Fri, 17 September 21

Next Article