અમદાવાદ કોર્પોરેશનની વધુ એક બેદરકારીઃ બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો કરાયો ઉલ્લેખ

|

Feb 09, 2020 | 10:05 AM

અમદાવાદ કોર્પોરેશન કેટલું બેદરકાર છે તેને સાબિત કરતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ વખતે એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં મહાનગરપાલિકાએ મહાભૂલ કરી છે. બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે. બાળકનું નામ છે મોહંમદ ઉજૈરખાન છે. અને તેનો પરિવાર વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે. બાળકનો જન્મ 1-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં થયો હતો. અને […]

અમદાવાદ કોર્પોરેશનની વધુ એક બેદરકારીઃ બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો કરાયો ઉલ્લેખ

Follow us on

અમદાવાદ કોર્પોરેશન કેટલું બેદરકાર છે તેને સાબિત કરતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. આ વખતે એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં મહાનગરપાલિકાએ મહાભૂલ કરી છે. બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરાયો છે. બાળકનું નામ છે મોહંમદ ઉજૈરખાન છે. અને તેનો પરિવાર વટવા સ્થિત સરકારી આવાસમાં રહે છે. બાળકનો જન્મ 1-10-2018ના રોજ વીએસ હોસ્પિટલમાં થયો હતો. અને 8 ઓક્ટોબરના રોજ જન્મનું પ્રમાણપત્ર કઢાવ્યું હતું.

આ પણ વાંચોઃ AMTS બસમાં મુસાફર અને કંડક્ટર વચ્ચે 100 રૂપિયાની ફાટેલી નોટને લઈ બબાલ, મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

પરંતુ કોર્પોરેશનમાં બર્થ સર્ટિફિકેટ બનાવનાર કર્મચારી અને તેને તપાસનારા અધિકારીએ કોઈ ધ્યાન ન આપ્યું. જેના કારણે બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાન લખાઈને આવ્યું છે. બાળકીના દાદીનું કહેવું છે કે બાળકના જન્મ વખતે બાળકની માતાએ જન્મના સ્થળનો ઉલ્લે રાજસ્થાન તરીકે કર્યો હતો. જોકે જન્મનું પ્રમાણ પત્ર કાઢનારે રાજસ્થાનને બદલે પાકિસ્તાન લખ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકારી કામકાજમાં આળસ ખંખેરતા અધિકારીઓ આવી મોટી ગફલત કરે તે નવી વાત નથી, ભુતકાળમાં પણ આવી અનેક ભુલો પ્રશાસનના અધિકારીઓ દ્વારા થઈ છે. જોકે જે બાળકનો જન્મ અમદાવાદમાં થયો હોય, તેને પાકિસ્તાનનો ઉલ્લેખ કરી નાખે ત્યારે સવાલોની વણઝાર ઉઠે તે પણ સ્વાભાવિક છે. ત્યારે સવાલ એ થાય કે આખરે આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ ?, શું અધિકારીઓ આંખો બંધ કરીને જન્મનો દાખલો બનાવે છે ?, જન્મનું પ્રમાણપત્ર બનાવતી વખતે ક્રોસ ચેકિંગ કરવામાં નથી આવતું ?, અમદાવાદમાં જન્મ થયો તો પાકિસ્તાન કેમ લખાયું ?, જન્મો દાખલો બનાવનારે પોતાનું દિમાગ કેમ ન ચલાવ્યું ?, દાખલો ઈસ્યું કરનારે ધ્યાન કેમ ન રાખ્યું ? શું આ છબરડા સામે લેવાશે એક્શન ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article