Banaskantha : ગુંદરી ચેકપોસ્ટ પરથી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી ઝડપાઈ, 6 લાખનો મુદ્દામાલ કબ્જે

|

Mar 20, 2021 | 11:05 AM

Banaskantha : એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવાથી કોઈને શક નહીં જાય તેવા આશયથી અજમાવેલી યુક્તિ આખરે પકડાય ગઈ હતી. પોલીસ 936 બોટલ સહિત રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

Banaskantha : ગુજરાતમાં દારૂબંધીને કારણે અહી ગેરકાયદેસર દારૂના વેચાણ માટે દારૂના ધંધાર્થીઓ વિદેશી દારૂની હેરાફેરી માટે નિતનવીન પેંતરા અજમાવતા હોય છે. આવી જ રીતે ગુંદરી ચેકપોસ્ટ પરથી એક એમ્બ્યુલન્સ ઝડપાઇ છે, જેમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવાથી કોઈને શક નહીં જાય તેવા આશયથી અજમાવેલી યુક્તિ આખરે પકડાય ગઈ હતી. પોલીસ 936 બોટલ સહિત રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંથાવાડા પોલીસે આરોપીને ઝડપીને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથધરી છે.

Next Video