BIG BREAKING : ગુજરાતનો આ દિગ્ગજ ઓબીસી નેતાનો કૉંગ્રેસથી થયો મોહભંગ ? ભાજપમાં જોડાવા વિશે શું કહ્યું અલ્પેશે ? તમે પણ TV9 સાથે અલ્પેશની EXCLUSIVE વાતચીત સાંભળો

ગુજરાતના રાજકારણમાં દિગ્ગજ ઓબીસી ચહેરો અને હાલમાં કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો પક્ષ પ્રત્યે મોહભંગ થઈ ગયો છે. ટીવી9 ન્યૂઝ ચૅનલ સાથે ખાસ વાતચીતમાં અલ્પેશ ઠાકોરે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસમાં કેટલાક નેતાઓ તેમની કારકિર્દી સમાપ્ત કરી દેવા માંગે છે. ગુજરાતમાં ઓબીસી વર્ગના લોકો માટે વિવિધ આંદોલનો ચલાવનાર અલ્પેશ ગત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા કૉંગ્રેસમાં જોડાયા હતાં. […]

BIG BREAKING : ગુજરાતનો આ દિગ્ગજ ઓબીસી નેતાનો કૉંગ્રેસથી થયો મોહભંગ ? ભાજપમાં જોડાવા વિશે શું કહ્યું અલ્પેશે ? તમે પણ TV9 સાથે અલ્પેશની EXCLUSIVE વાતચીત સાંભળો
| Updated on: Jan 24, 2019 | 9:11 AM

ગુજરાતના રાજકારણમાં દિગ્ગજ ઓબીસી ચહેરો અને હાલમાં કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો પક્ષ પ્રત્યે મોહભંગ થઈ ગયો છે.

ટીવી9 ન્યૂઝ ચૅનલ સાથે ખાસ વાતચીતમાં અલ્પેશ ઠાકોરે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસમાં કેટલાક નેતાઓ તેમની કારકિર્દી સમાપ્ત કરી દેવા માંગે છે.

ગુજરાતમાં ઓબીસી વર્ગના લોકો માટે વિવિધ આંદોલનો ચલાવનાર અલ્પેશ ગત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા કૉંગ્રેસમાં જોડાયા હતાં.

ભાજપમાં જોડાવાની અટકળો અંગે તેમણે કહ્યું કે મેં રાજકારણ લોકો માટે જૉઇન કરી છે. સમાજને જાગૃત કરવાની દિશામાં કામ કરીશ.

તેમની વાતોથી સ્પષ્ટ લાગતું હતું કે તેઓ કૉંગ્રેસ પક્ષમાં સન્માન ન મળવાથી અસંતુષ્ટ છે. તેમનું કહેવું હતું કે કેટલાક લોકો તેમના વિશે ખરાબ વાતાવરણ ઊભા કરી રહ્યાં છે.

આ પણ વાંચો : ‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી

તેમણે કહ્યું કે મારા સમાજ માટે હું મહત્વાકાંક્ષી છું અને એ કહેવામાં મને જરા પણ સંકોચ નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે, તો અલ્પેશે કહ્યું કે મારા સમાજ માટે ભલું કરવાની વાત કરો, પછી જેને મને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવું હોય, આપો.

આપ પણ સાંભળો ટીવી9 સાથે ખાસ વાતચીતમાં અલ્પેશે શું કહ્યું ?

[yop_poll id=776]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]