અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓનું પાપ, ખેડૂતોને પારાવાર નુકસાન

અંકલેશ્વરની વિવિધ નદીઓ કેમિકલ માફિયાઓના પાપે ફરી મેલી થઈ છે. બેફામ બનેલા ઉદ્યોગકારો ખુલ્લેઆમ કેમિકલવાળું પાણી નદીઓમાં ઠાલવી રહ્યા છે. લાલ પાણીવાળા દ્રશ્યો સામે આવતા જ પર્યાવરણ પ્રેમીઓ, સ્થાનિકો તેમજ ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીકથી પસાર થતી નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તો સ્થાનિકોને પણ આરોગ્યની […]

અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓનું પાપ, ખેડૂતોને પારાવાર નુકસાન
| Updated on: Oct 31, 2020 | 6:05 PM

અંકલેશ્વરની વિવિધ નદીઓ કેમિકલ માફિયાઓના પાપે ફરી મેલી થઈ છે. બેફામ બનેલા ઉદ્યોગકારો ખુલ્લેઆમ કેમિકલવાળું પાણી નદીઓમાં ઠાલવી રહ્યા છે. લાલ પાણીવાળા દ્રશ્યો સામે આવતા જ પર્યાવરણ પ્રેમીઓ, સ્થાનિકો તેમજ ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીકથી પસાર થતી નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તો સ્થાનિકોને પણ આરોગ્યની ચિંતા સતાવી રહી છે. તેવામાં GPCBના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. અને, સરકાર હવે આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો