કોરોના ભલે નથી થયો અસ્ત, ગુજરાતીઓ મસ્ત! વીક-એન્ડ માણવા આબુમાં ઉભરાયું ‘કીડિયારું’, જુઓ Video

|

Jul 11, 2021 | 8:13 AM

કોરોનાની બીજી લહેરમાં પ્રજા ત્રાહિમામ કરી રહી હતી. હવે તેમાંથી જ કેટલાક લોકો કોરોનાનો ડર છોડીને માસ્ક અને સામાજિક અંતર વગર બેફામ ફરી રહ્યા છે.

કોરોના મહામારીની બીજી લહેર હજુ માંડ શાંત પડી છે. પરંતુ હવે પર્યટકોની ભીડ જોઇને લાગી રહ્યું છે કે કોરોના ભલે નથી ગયો લોકોના મનમાંથી ડર જરરુ જતો રહ્યો છે. જી હા હવે જનજીવન અતિ સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. ના કોરોનાનો ડર રહ્યો છે, ના ચિંતા. કોરોના હજુ પણ હયાત છે તે સત્ય ભૂલીને પર્યટકો બેફીકર બન્યા છે. દેશભરમાં ઠેર ઠેર આ ભીડ જોવા મળી રહી છે.

એક તરફ દેશના ગરીબ વર્ગને હજુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના સામે સિસ્ટમ અને લોકો બંને લડી રહ્યા છે. ત્યારે સહેલાણીઓ પોતાની જ મોજમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને ફરી રહ્યા છે. આવી જ એક ભીડ આબુમાં જોવા મળી રહી છે. શની-રવિની રજા માણવા માટે આબુમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લોકો માસ્ક અને સામાજિક અંતર શું હોય તે બધું ભૂલીને પિકનિકનો આનંદ ઉઠાવી રહ્યા છે.

જાહેર છે કે આબુ ગુજરાત-રાજસ્થાનની બોર્ડરે આવ્યું હોવાથી અહીંયા ગુજરાતી પર્યટકો વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલું જ નહીં પોળો, રતનપુર તેમજ અન્ય ફરવા લાયક સ્થળોએ આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જુઓ દ્રશ્યો.

 

 

આ પણ વાંચો: OMG: આ કોઈ વિદેશી મ્યુઝિયમ નહીં, આ છે Ahmedabad ની સાયન્સ સિટીના ત્રણ નવા આકર્ષણો

આ પણ વાંચો: CNG માં ભાવ વધારાના કારણે ત્રસ્ત ‘અમદાવાદનો રીક્ષાવાળો’, જાણો શું કહેવું છે રીક્ષા ચાલકોનું

Published On - 7:35 am, Sun, 11 July 21

Next Video