Walk-in vaccination : ગુજરાતમાં આજથી 50 હજાર રસી કેન્દ્રો ઉપર વૉક-ઈન વૅક્સિનેશન, રસી માટે અગાઉથી નોંધણીની હવે જરૂર નહી

|

Jun 21, 2021 | 8:22 AM

corona vaccination : ગુજરાતમાં ગઈકાલ 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ કોરોનાની રસીના ડોઝ આપી દેવાયા છે. આટલી મોટી માત્રામાં રસીના ડોઝ આપવામાં ગુજરાત સમગ્ર દેશમા મોખરે છે.

Walk-in vaccination : ગુજરાતમાં આજથી 50 હજાર રસી કેન્દ્રો ઉપર વૉક-ઈન વૅક્સિનેશન, રસી માટે અગાઉથી નોંધણીની હવે જરૂર નહી
corona vaccination

Follow us on

ગુજરાતમાં આજે વિશ્વ યોગ દિવસથી 50 હજાર રસી કેન્દ્રોમાં 18 વર્ષથી મોટી ઉમરના તમામને અગાઉથી નોઘણી કરાવ્યા વિના કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે સ્થળ ઉપર નોંધણી કરાવીને ( Walk-in vaccination ) કોરોનાની રસી લઈ શકાશે તેવો નિર્ણય કર્યો છે. જેના કારણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા અને સ્લોટ મેળવવામાં પડતી તકલીફનું કામયી નિરાકરણ આવી ગયુ છે.

ગુજરાતના તમામે તમાન નાગરિકોને વિનામુલ્યે કોરોનાની રસી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે, કોરોનાની રસીનો પૂરતો પૂરવઠો આપ્યો છે. જેના કારણે આજે ગુજરાતના 33 જિલ્લા અને આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકાર દ્વારા રસીકરણનુ મહાઅભિયાન શરૂ કરાયુ છે. જેમાં 18 વર્ષથી મોટી ઉમરના કોઈ પણ વ્યક્તિએ, રસી માટે cowin.gov.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા તે રસી માટેની તારીખ અને સમય અગાઉથી મેળવવાની જરૂર નહી પડે.

ગુજરાતમાં ગઈકાલ 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ કોરોનાની રસીના ડોઝ આપી દેવાયા છે. આટલી મોટી માત્રામાં રસીના ડોઝ આપવામાં ગુજરાત સમગ્ર દેશમા મોખરે છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 વર્ષથી વધુ ઉમરના લોકોને રસી આપવામાં પણ ગુજરાત, દેશના વિભિન્ન રાજ્યો કરતાં આગળ છે. એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિના વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમાકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિનના ડોઝ અપાયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો તમે સરકારી હોસ્પિટલમાં જાવ છો તો.
રસીકરણ મફત રહેશે.
કો-વિન પર નોંધણી કરાવવી ફરજિયાત નથી,
કારણ કે સરકારે આજથી સ્થળ પર નોંધણીની મંજૂરી આપી છે.

જો તમે રસી લેવા ખાનગી હોસ્પિટલમાં જાવ છો તો, 
કો-વિન પર પૂર્વ નોંધણી જરૂરી નથી.
કોવાક્સિન માટે રૂ. 1,410, કોવિશિલ્ડ માટે રૂ. 790 અને સ્પુટનિક વી માટે રૂ. 1,145 થી વધુ ના ચૂકવશો. કેમ કે કેન્દ્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં આ રસીનો મહત્તમ ભાવ નક્કી કર્યો છે.

Next Article