કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને સાણંદમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

|

Jul 11, 2021 | 8:49 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદની 3 દિવસની મુલાકાતે છે. આજે તેઓ બોપલ, વેજલપુરમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર અને અમદાવાદની 3 દિવસની મુલાકાતે છે. એક મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રીનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ આજે 215 કરોડના કાર્યોનું 2 ખાતમુહૂર્ત અને 7 લોકાર્પણ કરશે.

આજે તેઓ બોપલ તથા વેજલપુરમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. સાથે જ તેઓ સાણંદ APMCમાં 40 કરોડના વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત-લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ વેજલપુરમાં કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટનું લોકાર્પણ કરશે. સાંજે 4 વાગ્યા બાદ તેઓ સાણંદ અને બાવળામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મહત્વનું છે કે, આવતીકાલે તેઓ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં હાજર રહેશે.

 

આ પણ વાંચો: કલોલ પૂર્વમાં ઝાડા-ઉલટી અને કોલેરાનો કહેર: દૂષિત પાણી આવવા પાછળ ચોંકાવનારું કારણ

 

આ પણ વાંચો: નીતિન પટેલે કોરોના અને ચીન પર એવું કંઇક કહ્યું કે લોકો ખડખડાટ હસી પડ્યા, જુઓ Video

Next Video