ગુજરાતમાં બેરોજગારી અને યુવાનોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ ગુજરાત માંગે રોજગાર અભિયાન શરૂ કરશે

4 મહિના સુધી 4 તબક્કામાં ચાલનારા આ અભિયાનનો પ્રથમ તબક્કો આવતીકાલે ગાંધીનગરથી શરૂ થશે.

ગુજરાતમાં બેરોજગારી અને યુવાનોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ ગુજરાત માંગે રોજગાર અભિયાન શરૂ કરશે
Congress will launch campaign
| Edited By: | Updated on: May 16, 2022 | 6:56 PM

ગુજરાત (Gujarat) માં બેરોજગારી (unemployment) વધી રહી છે, જેને લઈને ગુજરાત યુથ કોંગ્રેસ (Congress) આ અભિયાન ઉઠાવશે. ગુજરાતના યુવાનો અને આક્રોશને વાચા આપવા માટે આ અભિયાન શરૂ કરશે.  જરાત યુવક કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ “ગુજરાત માંગે રોજગાર” અભિયાનની શરૂઆત કરી, 4 મહિના સુધી 4 તબક્કામાં ચાલનારા આ અભિયાનનો પ્રથમ તબક્કો આવતીકાલે ગાંધીનગરથી શરૂ થશે. ગુજરાતમાં બેરોજગારી ભરડો લઈ ગઈ છે ત્યારે વડાપ્રધાનના કહ્યા અનુસાર 2 કરોડ રોજગાર આજે ક્યાય મળતા નથી. ગુજરાતમાં સરકારી આંકડા અનુસાર 3,64,252 બેરોજગારો નોંધાયા છે જેમાથી 3,46,436 શિક્ષિત તથા 17,816 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જે ખુબજ ગંભિર બાબત છે માટે ગુજરાતના યુવાનોના આક્રોશને વાચા આપવા માટે ગુજરાત યુવક કોંગ્રેસ હરહમેશ કટિબદ્ધ રહ્યું છે..

“ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો આયોજીત કરવામા આવશે.

– પ્રથમ ચરણ :- રોજગાર ક્યા છે??

“રોજગાર ક્યાં છે?” અંતર્ગત ગુજરાતના તમામ જીલ્લાની શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે જેની શરૂઆત 17 મી મે ના રોજ પાટનગર ગાંધીનગરથી થશે અને ગુજરાતના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.. કઈ તારીખે કયા જીલ્લા માં કાર્યક્રમ થશે તેની માહિતી અહીંયા આપી રહ્યા છીએ.

– દ્વિતીય ચરણ :- બેરોજગાર સભા અને રોજગાર માંગ પત્ર, (તારીખ 10મી જુલાઈ થી)

ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભા નું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા આવશે.

– તૃતીય ચરણ :- બેરોજગાર રેલી, (15 ઓગસ્ટ થી)

ગુજરાતની તમામ વિધાનસભા અને ઝોનવાઈઝ યુવાનોને રોજગાર આપવા માટે બાઈકરેલી યોજીને કલેકટરને આવેદન આપવુ તથા યુવાનોને રોજગાર આપવા માટે અવાજ બુલંદ કરવો.

– ચતુર્થ ચરણ :- National Unemployment Day, (17 સપ્ટેમ્બર)

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ૧૭-સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવવામા આવશે. ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગારી રજીસ્ટ્રર બહાર પાડીને વડાપ્રધાન શ્રી ને 1 લાખ ‘ગેટ વેલ સુન’ કાર્ડ મોકલીને વડાપ્રધાનને રાજ્યભરમાં ચાલી રહેલી અન્ય ગતિવિધિઓથી અવગત કરાશે.

કેમ્પેઇન 2 : ગુજરાત સમૃધ્ધિ કાર્ડ

  • ગુજરાત યુવક કોંગ્રેસ ગુજરાતના યુવાનો માટે સમૃધ્ધિ કાર્ડ લોન્ચ કરશે જે સરકાર બનવા પર 3 લાભ પ્રદાન કરશે.
  • દરેક માટે નોકરી/ધંધામા રોકાણ ની બાયંધરીનો લાભ અને લાભ ન મળે ત્યા સુધી 4000 રૂપીયા દર મહિને.
  • ખાનગી શાળા અને કોલેજમા સબસીડી દ્વારા ભણતર
  • દરેક કુટુબ માટે 1 કરોડ સુધીનો શારિરિક વીમો બોટોમ

“ગુજરાત માંગે રોજગાર” અભિયાન મુજબ ગુજરાત યુવક કોંગ્રેસ તથા પ્રદેશ કોંગ્રેસ સાથે મળીને યુવાનોની બેરોજગારી મુદ્દે અવાજ ઉઠાવશે તથા ગુજરાતના ભવિષ્યને આર્થિક સામાજીક રીતે સશક્ત થઈ શકે માટે ક્રાતીકારી રીતે અવાજ ઉઠાવાશે.

Published On - 6:28 pm, Mon, 16 May 22