અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન, મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો

|

Jul 01, 2022 | 10:06 PM

મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન, મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો
Rathyatra

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ (Ahmedabad) ની 145મી જગન્નાથ રથયાત્રા (Rathyatra 2022) સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

અમદાવાદમાં વહેલી સવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીએ 145મી રથયાત્રામાં પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી હતી.

મુખ્યમંત્રી આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના કરી.આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર મીનાક્ષી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ અને શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમદાવાદમાં ભગવાન જગન્નાથમા રથયાત્રાના ત્રણેય રથ પ્રેમ દરવાજા પહોંચી જ્યાંથી હર્ષ સંઘવી ફરી તેમાં જોડાયા હતા. બીજી બાજુ અખાડા દ્વારા પોતાના કૌશલ્યો બતાવવાના શરૂ થયાં છે. અખાડાના કરતબબાજ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન દરિયાપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કોમી એકતાના વાતાવરણમાં નીકળેલી રથયાત્રામાં શાંતિના પ્રતિક એવા સફેદ કબૂતર ઉડાવવામાં આવ્યા હતા.

Published On - 10:01 pm, Fri, 1 July 22

Next Article