OMICRON : ઓમિક્રોન વેરિયન્ટ અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ, આરોગ્ય કમિશનરે 1200 બેડ હોસ્પિટલની મુલાકાત લીધી

|

Dec 06, 2021 | 1:32 PM

OMICRON NEWS GUJARAT : આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરેએ અમદાવાદમાં 1200 બેડ સિવિલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

AHMEDABAD : રવિવારે દેશમાં કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનના 18 વધુ કેસ નોંધાયા છે. જેમાંથી નવ રાજસ્થાનની રાજધાની જયપુરમાં, 8 મહારાષ્ટ્રમાં અને એક દિલ્હીમાં છે. ત્યારથી, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 22 થઈ ગઈ છે. જેઓ સંક્રમિત મળી આવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો તાજેતરમાં જ આફ્રિકન દેશો માંથી આવ્યા છે અથવા આવા લોકોના સંપર્કમાં હતા.

ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો એક કે નોંધાયો છે અને સુરેન્દ્રનગરમાં એક કેસ શંકાસ્પદ છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટ અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ થયું છે. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરેએ અમદાવાદમાં 1200 બેડ સિવિલ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે અને આ ઓમિક્રોન વોર્ડમાં 4 વિંગ્સ બનાવવામાં આવી છે. તમામ વિંગ્સમાં 12 -12 વેન્ટિલેટર બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જામનગરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટનો કેસ નોધાયા બાદ સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. આવામાં સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યાં છે કે આફ્રિકાથી લીંબડી આવેલા વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. આફ્રિકાથી લીંબડી આવેલા આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરેન્દ્રનગરના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિના અન્ય પરિવારજનોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેમજ આ યુવકને સંક્રમિત કરનાર કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરીએન્ટ છે કે નહિ તેની તપાસ માટે વ્યક્તિના સેમાંપ્લ લઇ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ અંગે બે દિવસ બાદ ઓમિક્રૉન વેરીઅન્ટનો રિપોર્ટ આવશે.

આ પણ વાંચો : SURAT : રાજયમાં ઑમિક્રૉનની દસ્તક, પરંતુ રેલવે વિભાગ-મનપા તંત્રની ઘોર બેદરકારી

આ પણ વાંચો : Gandhinagar: ઓમિક્રોનને પગલે કલેક્ટરનું જાહેરનામું, વિદેશી લોકોએ આ ગાઇડલાઇડનું કરવું પડશે પાલન

Next Video