ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો, કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્લીનું તેડું – સૂત્ર

|

Oct 19, 2021 | 9:34 PM

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાંડને સોપી દીધો છે. આ રિપોર્ટ બાદ બેઠકનું આયોજન થઇ રહ્યું છે.

AHMEDABAD : સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મૂજબ  કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્લીનું તેડું આવ્યું છે. આ અંગે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઇ શકે છે. રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ બેઠકમાં સામેલ થશે. 22 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે આ બેઠક યોજાશે તેવા અહેવાલ મળી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની હાજરીમાં આ બેઠક યોજાશે એવી પણ ચર્ચાઓ થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસમાં પરિવર્તન કરવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાંડને સોપી દીધો છે. આ રિપોર્ટ બાદ બેઠકનું આયોજન થઇ રહ્યું છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાતો ચાલી રહી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન થયા એ પ્રકારની પણ વાતો વહેતી થઇ છે. આ બંને બાબતો અંગે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે જ રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે તેવા સમાચાર પણ વહેતા થયા હતા. રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી સાથે બહુચરાજી અને અમદાવાદની મુલાકાત લેશે તેવા સમાચારો મળી રહ્યા હતા, પણ અંતે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે નથી આવવાના એ સમાચાર પર મહોર લાગી હતી.

આ પણ વાંચો : Uttarakhand માં ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત સ્થાને પહોંચાડવાના પ્રયાસો ચાલુ : સી.આર.પાટીલ

આ પણ વાંચો : સારા સમાચાર : ભારે વરસાદથી પાક-નુકસાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું, જાણો કેટલી મળશે સહાય

 

Next Video