Ahmedabad: ગાડીઓ ઉંચા ભાડે લઈને આચર્યું કૌભાંડ, 1.54 કરોડની ઠગાઈ, ક્રાઈમ બ્રાંચે બે આરોપીની કરી ધરપકડ

|

Sep 15, 2022 | 7:41 PM

અમદાવાદમાં ફોરવીલ ગાડી ભાડે રાખીને તેને ગીરવે મૂકવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચએ રૂપિયા 1.54 કરોડના કૌભાંડ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad: ગાડીઓ ઉંચા ભાડે લઈને આચર્યું કૌભાંડ, 1.54 કરોડની ઠગાઈ, ક્રાઈમ બ્રાંચે બે આરોપીની કરી ધરપકડ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: અમદાવાદમાં ફોરવીલ ગાડી ભાડે રાખીને તેને ગીરવે મૂકવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચએ રૂપિયા 1.54 કરોડના કૌભાંડ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. ઉંચા ભાવે ગાડી ભાડે મેળવી કરોડો રૂપિયાનું ચિટિંગ કરનાર આરોપી પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં જોવા મળતા આરોપી હર્ષદ પરમાર અને પાર્થ ઉર્ફે જય શાહએ રૂપિયા 1.54 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આ રાજ્ય વ્યાપી કૌભાંડમાં આરોપીઓએ ફોરવીલ ગાડીઓ ભાડે લઈ બારોબાર અન્ય વ્યક્તિઓને મોટી રકમ મેળવી ગીરવે મૂકી દીધી. ગુનાની વાત કરીએ તો ગોતા વિસ્તારમાં રહેતા વિપુલ દવે પોતાની ગાડી હર્ષદ પરમાર અને પાર્થ શાહને ભાડે આપી હતી. પરંતુ આરોપીઓએ આ ગાડી અન્ય વ્યક્તિને ગીરવે આપી દીધી હતી અને ઉંચી કિંમત મેળવી હતી. જેની જાણ વિપુલભાઈ ને થતા તેમણે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. તપાસ કરતા ફોરવ્હીલ ગાડીનું કૌભાંડ સામે આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીઓ છેલ્લા એક વર્ષથી ગાડીઓ ભાડે લઈને ગીરવે આપીને ઠગાઈ કરતા હતા. બંને આરોપીઓને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ હતી. જેથી તેમને છેતરપીંડીનો ધંધો શરૂ કર્યો હતો. આ આરોપીઓ સૌ પ્રથમ ગાડીઓના માલિકનો સંપર્ક કરતા હતા. તેમની સાથે પરિચય કેળવીને વિશ્વાસમાં લઈને તેઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડી માલિકોને ઊંચું ભાડું ચૂકવવાની લાલચ આપીને ગાડીના માલિકને વિશ્વાસમાં લેતા હતા. થોડા સમય માટે તેઓ નિયમિત ભાડું ચૂકવતા હતા. અને ત્યારબાદ ગાડી બારોબાર અન્ય વ્યક્તિને ગિરવે આપીને ઊંચી કિંમત મેળવી લઈ ફરાર થઈ જતા હતા. આ પ્રકારે અસંખ્ય ગાડીઓના માલિકને ટાર્ગેટ કરીને રૂપિયા 1.54 કરોડનું કૌભાંડ આચર્યું હતું.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

ગાડીઓને ગીરવે આપવાના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ બંને આરોપી હર્ષદ પરમાર અને પાર્થ શાહની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ સાથે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.

Next Article