હરિધામ સોખડા વિવાદ મામલે પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન બેઠક નિષ્ફળ, હવે મેરીટ આધારે સુનવણી થશે

|

Jun 20, 2022 | 9:11 PM

હાઇકોર્ટ તરફથી બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યું હતું અને સમાધાન માટેની બેઠકમાં અધ્યક્ષ તથા માટે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત જજની પણ પસંદગી કરવામાં આવી હતી, પણ સમાધાન માટેની તમામ બેઠકો નિષ્ફળ રહી છે.

હરિધામ સોખડા (Haridham Sokhada)  મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે.આજે ગુજરાત હાઇકોર્ટમાં બંને પક્ષો વચ્ચે સમાધાન માટે યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ છે. આજે સમાધાન માટેની ચોથી વખત બેઠક મળી હતી. જોકે બન્ને પક્ષે વિવિધ મુદ્દાઓ ને લઈ એકમત ન સંધાતા મામલો કોર્ટ સમક્ષ મેરીટના આધારે ચાલશે. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે બન્ને પક્ષ વચ્ચે ૩ બેઠક યોજાઇ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બેઠકો નકારાત્મક વાતાવરણમાં યોજાઇ હતી. જોકે હવે ચોથી બેઠક સફળ ન થતાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે સમાધાન શક્ય નહી બને. કારણ કે પ્રબોધ સ્વામી (Prabodh Swami) તરફથી રજુ કરાયેલ મુદ્દાઓ અને પ્રેમસ્વરુપ સ્વામી (Prem Swarup Swami) વચ્ચે સહમતી નથી સંધાઈ. પ્રબોધસ્વામી તરફથી રજુ કરાયેલા 13 મુદ્દા બાબતે સમાધાન કરવાની તૈયારી પ્રેમસ્વરુપ સ્વામી તરફથી ન બતાવાતા સમાધાન નિષ્ફળ નીવડ્યું છે. હવે આ મમાલે આવતીકાલે હાઈકોર્ટ સમક્ષ વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે કેટલાક સંતોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવા મામલે રાજ્યની વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી અને અરજીની સુનાવણી દરમિયાન રાજ્યની વડી અદાલતે વચગાળાનો આદેશ આપ્યો હતો જેમાં પ્રમોદ સ્વામી જૂથના સંતોને બાકરોલ પાસેના આશ્રમમાં જ્યારે મહિલા સંતોને અમદાવાદ નિર્ણયનગર સ્થિત રહેવા જણાવ્યું હતું.

મહત્વનું ગણી શકાય વચગાળાનો આદેશ આપ્યા બાદ હાઇકોર્ટ તરફથી બંને પક્ષોને સમાધાનકારી વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યું હતું અને તેના જ માટે સમાધાન માટેની બેઠકમાં અધ્યક્ષ તથા માટે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત જજની પણ પસંદગી કરવામાં આવી હતી. સમાચાર માટેની ત્રણ બેઠક અગાઉ મળી હતી.જ્યારે આજે હાઇકોર્ટના મીડીએશન સેન્ટરમાં ચોથી બેઠક મળી હતી જેમાં સમાધાન માટેની તમામ પ્રયાસો નિષ્ફળ નીવડયા હોવાના મહત્વના સમાચાર સામે આવ્યા છે.

Published On - 9:07 pm, Mon, 20 June 22

Next Video