Rathyatra 2021 : અમદાવાદમાં યોજાઈ શકે છે નિયમોને આધિન રથયાત્રા, આગામી બે દિવસમાં લેવાઈ શકે છે નિર્ણય

|

Jul 06, 2021 | 11:43 AM

કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની 144ની રથયાત્રાને (144 Rathyatra) લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો બીજી તરફ સરકારી તંત્ર તમામ તૈયારીઓ કરી રહી રહ્યું છે. આ વચ્ચે નિયમોને આધિન રથયાત્રા યોજાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જેનો સત્તાવાર નિર્ણય આવતીકાલ બુધાવારે મોડી સાંજ સુધીમાં લેવાય તેવી સંભાવના છે.

Rathyatra 2021 : અમદાવાદ(Ahmedabad) શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ( Rathyatra ) ને નીકળવાને લઇને હજુ કોઈ સત્તાવાર નિણર્ય લેવામાં આવ્યો નથી. પરંતુ નિયમોને આધિન રથયાત્રા યોજાય તેવી શક્યતા છે. યાત્રાના રુટ પર જનતા કરફ્યુ પણ લાગી શકે છે.

સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની 10 કંપનીઓ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. યાત્રા યોજાય કે ન યોજાય તકેદારી માટે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. રથયાત્રા માટે  બુઘવાર અને ગુરુવાર સુધીમાં નિર્ણય લેવાઇ શકે છે.

એટલું જ નહીં પણ જો રથયાત્રા નીકળે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા કાઢવામાં આવશે. તેમજ cctv મારફતે પોલીસ રથયાત્રા અને રૂટ પર નજર રાખશે. જેને લઈને પોલીસ વિભાગ દ્વારા રૂટ પર CCTV સેટઅપ પણ શરૂ કરી દેવાયો છે. તેમજ બંધ કેમેરાને શરૂ પણ કરાઈ રહ્યા છે. જેથી કોઈ ચૂક ન રહી જાય અને જો રથયાત્રાનો મંજૂરી મળે તો વગર અડચણે રથયાત્રા પાર પાડી શકાય.

જો રથયાત્રા નીકળવાની મંજૂરી આપવામાં આવશે તો રથયાત્રા રૂટમાં માત્ર કોર્પોરેશન ખાતે જ રથ 5 મિનિટ માટે રોકાણ કરશે. જ્યારે ગણતરીના લોકો રથનું સ્વાગત કરશે. જોકે એએમસી દ્વારા આ મામલે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને પોલીસે રિહસર્લ અને મોકડ્રીલથી બંદોબસ્તની ચકાસણી કરી હતી. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસનુ ફુટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામા આવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતીની બેઠક અને પોલીસ બંદોબસ્તની સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Published On - 11:41 am, Tue, 6 July 21

Next Video