Rathyatra 2021 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને પોલીસે યોજી ફુટ પરેડ

|

Jul 06, 2021 | 7:43 AM

144મી રથયાત્રાને (144 Rathyatra) લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ગુજરાતની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. આ વર્ષે નિકળનારી 144મી  રથયાત્રા (144 Rathyatra) કોરોનાને કારણે યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. પરંતુ સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પોલીસ તંત્ર પણ રથયાત્રાને લઈને સતર્ક થયું છે.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને પોલીસે રિહસર્લ અને મોકડ્રીલથી બંદોબસ્તની ચકાસણી કરી હતી. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસનુ ફુટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામા આવી હતી. સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતીની બેઠક અને પોલીસ બંદોબસ્તની સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રાને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ પોલીસ એકશન પ્લાન બનાવીને સતત રૂટ પર પેટ્રોલિંગ અને શાંતિ સમિતીની બેઠક દ્રારા રથયાત્રાની સુરક્ષાની ચકાસણી કરી રહી છે.

Published On - 7:42 am, Tue, 6 July 21

Next Video