Rath Yatra LIVE : મંદિરનાં ટ્રસ્ટી દ્વારા પણ ભક્તોને આ વર્ષે ઘરે બેસીને જ દર્શન કરવા કરી અપીલ

|

Jul 12, 2021 | 10:34 AM

કોરોના કાળ વચ્ચે મંદિરનાં ટ્રસ્ટી દ્વારા પણ ભક્તોને આ વર્ષે નાથનાં દર્શન ઘરે રહીને જ કરવા માટે અપીલ કરાઈ હતી.

Rath Yatra LIVE : મંદિરનાં ટ્રસ્ટી દ્વારા પણ ભક્તોને આ વર્ષે નાથનાં દર્શન ઘરે રહીને જ કરવા માટે અપીલ કરાઈ છે. કોરોના મહામારીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર પોળમાં કર્ફ્યૂનું કડક પાલન કરવાનું રહેશે.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

આ સાથે જ ટ્રસ્ટી દમહેન્દ્ર ઝા દવારા કહેવામાં આવ્યું હતું કે, રથયાત્રાને દિવસે ભગવાનને વિશેષ શૃંગાર કરવામાં આવે છે. આ સાથે જ જણાવ્યું હતું કે, રથયાત્રા પહેલા ગજરાજો જગન્નાથ ભગવાનની આગેવાની લેતા હોય છે. પરંતુ  આ વર્ષે કોરોના મહામારીને કારણે ગજરાજો રથયાત્રામાં સામેલ નહીં થાય.

 

 

પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે.

Published On - 5:43 am, Mon, 12 July 21

Next Video