Rath Yatra LIVE : ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાની રથયાત્રાનાં રૂટ પર સતત નજર, મોટાભાગના સ્થળ પર આગળ નજરે આવ્યા

|

Jul 12, 2021 | 10:27 AM

તંબુ ચોકી વિસ્તારમાં પહોચેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્થિતિ પર સતત નજર રાખી છે. આખી રથયાત્રામાં પ્રદીપસિંહ દરેક સ્થળ પર આગળ આગળ રહ્યા છે.

Rath Yatra LIVE : અમદાવાદની 144મી  ઐતિહાસિક રથયાત્રા મામાનાં ઘરે મોસાળાની વિધિ કરીને રથ નિજ મંદિર પરત આવવા નીકળી છે. કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપ્યા બાદ આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 120 જેટલા ખલાસીઓ સાથે નીકળી હતી.

તંબુ ચોકી વિસ્તારમાં પહોચેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્થિતિ પર સતત નજર રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાને લઈને જનતાએ આપેલા સહકાર માટે પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજામોટા ભાગના સ્થળ પર આગળ નજરે આવ્યા હતા.  ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગૃહ મંત્રી રથયાત્રામાં આટલા સમય સુધી જોડાયા હોય તેવી પ્રથમ ઘટના છે.

રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે.

Published On - 9:54 am, Mon, 12 July 21

Next Video