
રોબોટિક ગેલેરી (Robotic Gallery) માં રોબોટિક ટેકનોલોજીના અત્યાધુનિક યુગનું પ્રદર્શન કરવામાં આવશે. મુલાકાતીઓને અત્યાધુનિક રોબોટિક ક્ષેત્રને સમજવામાં અને જાણવામાં ખૂબ જ રસ પડશે.

રોબોટિક ગેલેરીનું આ મ્યુઝિયમ એક પ્રકારની માનવ રોબોટ ક્રિયા-પ્રતિક્રિયા માટે બનાવવામાં આવ્યું છે. અહી ઓરકેસ્ટ્રા રોબોટ્સ સાથે તાલ મીલાવતા ટ્રમ્પેડ, ડ્રમ, તથા પીયાનો વગાડતા અને તેના તાલે ડાન્સ કરતા રોબોટ જોવા મળશે

અહી સ્ટેટીક અને ફન્કશનલ એમ બે પ્રકારના રોબોટ જોવા મળશે. સાથે જ હિસ્ટ્રી ગેલેરીમાં 18 અને ઓગમેન્ટેડ રીયાલીટી અને વર્ચ્યુઅલ રીયાલીટી ગેલેરીમાં 9 રોબોટ જોવા મળશે. રોબોટિક ગેલેરીમાં આવતા મુલાકાતીઓનું હ્યુમનોઈડ રિસેપ્શન રોબોટ સ્વાગત અને અભિવાદન કરશે.

14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કમાં બટરફ્લાય ગાર્ડન, ગાર્ડન ઓફ કલ્ચર, ઓક્સિજન પાર્ક, ભૂલભૂલૈયા ગાર્ડન, યોગા ગાર્ડન, જોગિંગ પાર્ક, વોકિંગ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા,તથા વિવિધ સેલ્ફી પોઇન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નેચર પાર્કમાં પાર્કમાં ધુમ્મ્સ બાગ, ચેસ ગાર્ડન, સેલ્ફી પોઇન્ટ્સ, શિલ્પ પાર્ક અને જેવી પણ ઘણી નયનરમ્ય વિશેષતાઓ છે.

આ નેચર પાર્કમાં વિવિધ પ્રકારના વન્ય જીવોના સ્કલ્પચર રાખવા આવ્યા છે. અહીં આવનારા લોકો સ્કલ્પચર સાથે સેલ્ફી લઈ શકે તેવા વિવિધ સેલ્ફી પોઇન્ટબનાવવામાં આવ્યા છે.તેમાં બાળકો માટે ડિઝાઇન કરાયેલ રસપ્રદ ભૂલભૂલામણીનો સમાવેશ થાય છે.

ગુજરાત સાયન્સ સિટીનું આ નેચર પાર્ક શહેરનું સૌથી મોટું જાહેર ઉદ્યાન તરીકે ઓળખાશે. આ નેચર પાર્ક 8 એકરમાં બનાવવામાં આવ્યું છે.