Ahmedabad: સરકાર દ્વારા ફી માફી અંગે કોઈ નિર્ણય ના લેતા કરવામાં આવી જાહેરહિતની અરજી

|

Aug 19, 2021 | 3:40 PM

આથી ઑલ ગુજરાત વાલી મંડળ દ્વારા આ વર્ષે પણ સ્કૂલોમાં 50 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

Ahmedabad: છેલ્લા દોઢ વર્ષથી શાળા બંધ હતી પરંતુ કોરોનાની બીજી લહેર મંદ થતા ફરી ઓફલાઈન વર્ગ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યા છે. તો ઓફલાઈન વર્ગ તો શરૂ થયા છે પરંતુ કોરોના મહામારી દરમિયાન ઘણા લોકો બેરોજગાર થયા છે. આ વચ્ચે વાલીમંડલે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

આથી ઑલ ગુજરાત વાલી મંડળ દ્વારા આ વર્ષે પણ સ્કૂલોમાં 50 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. વાલી મંડળે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગાર પર મોટી અસર થઈ હોય લોકોની આવક પણ ઘટી છે. આ સમયે વાલીઓને ફીમાં રાહત આપવી જોઈએ.  હવે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. જો કે આ વર્ષે ફી માફી અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલ ગુજરાતમાં 9થી 12 ધોરણના ઓફલાઈન વર્ગ શરૂ કર્યા છે. તો સરકાર દ્વારા 6થી 8 ના વર્ગ ફરી શરૂ કરવા અંગે વિચારણા કરી શકે છે.સરકારે પણ વાલીઓના હિતમાં નિર્ણય લઈને ફી માફી કરવી જોઈએ.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 25 ટકા ફી માફીની ગત વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ ફી માફી અંગે કોઈ પરીપિત્ર જાહેર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Valsad Rain : જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો, સૌથી વધુ પારડીમાં વરસાદ નોંધાયો

આ પણ વાંચો : ગજબ ! આ ચોરે એક કંપનીમાંથી કરી 4,500 કરોડની ચોરી, કંપનીએ તેને રાખી લીધો નોકરી પર

Next Video