BU મુદ્દે અમદાવાદની 44 હોસ્પિટલને AMC એ આપેલી નોટીસ રદ નહી થાય- હાઈકોર્ટ

|

Jun 03, 2021 | 1:03 PM

બિલ્ડીગ યુઝ પરવાનગી વિનાની ઈમારતોમાં શરૂ થયેલી 44 હોસ્પિટલોને AMC એ નોટીસ પાઠવી છે. જેની સામે હોસ્પિટલ હાઈકોર્ટમા રીટ કરી છે. જો કે હાઈકોર્ટે, એએમસીએ આપેલી નોટીસ રદ કરવા ઈન્કાર કર્યો છે.

બિલ્ડીગ યુઝ ( BU ) પરમીશન વિના જ ધમધમતી અમદાવાદ શહેરની 44 હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) નોટીસ ફટકારી છે. આ નોટીસ રદ કરવા માટે, હોસ્પિટલ દ્વારા હાઈકોર્ટમાં ( GUJARAT HIGH COURT ) રીટ કરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે, એએમસીએ આપેલી નોટીસ ( NOTICE ) રદ કરવા ઈન્કાર કર્યો છે.

બિલ્ડીગ યુઝ નહી ધરાવતી ઈમારતોમાં હોસ્પિટલો ( HOSPITAL ) શરૂ કરી દેવાઈ હોય તેવી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ બંધ કરવા અંગે નોટીસ પાઠવી છે. આ નોટીસને કેટલીક હોસ્પિટલો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જો કે હાઈકોર્ટે સુનાવાણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી નોટીસ રદ કરવા અંગે ઈન્કાર કર્યો છે.

હોસ્પિટલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી તે, તેમની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ ( CORONA ) સારવાર લઈ રહ્યા છે. આથી કોરોનાના દર્દીઓને ધ્યાને રાખીને સમય મર્યાદા આપવી જોઈએ. જો કે, ગુજરાત હાઈકોર્ટે, આવી હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ફેરવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. આ બે સપ્તાહ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, 44 હોસ્પિટલો સામે કોઈ પગલા ના ભરવા તેમ જણાવ્યુ છે.

જો કે બે સપ્તાહનો સમય વિત્યે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બીયુ પરમીશન વિનાની ઈમારતોમાં ચાલતી હોસ્પિટલો સામે કાયદેસરના પગલા ભરી શકે છે. હોસ્પિટલને બંધ કરાવવા સુધીના કાનુની પગલા લઈ શકશે.

કોરોનાના દર્દીઓ દાખલ હોય તેવી હોસ્પિટલોને, દર્દીઓ અન્ય હોસ્પિટલોમાં મોકલી આપવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.

 

Next Video