
મહત્વનું છે કે જે રીતે ગત વર્ષે તાઉતે વાવાઝોડા કે કારણે કેરીના પાકને માઠિ અસર પહોંચી હતી અને આ વર્ષે પણ કમોસમી વરસાદ તેમજ પવનને કારણે કેરીના પાકને નુકશાન થયું હોવાથી ખૂબ ઓછા પ્રમાણમાં કેરીનો પાક આવી રહ્યો છે અને બજાર કિંમત પણ ખૂબ ઊંચી જોવા મળી રહી છે.

કેસર કેરીની વિદેશોમાં પણ ઘણી માંગ છે જેના કારણે સારી કેસર કેરી ઊંચા ભાવે વિદેશ મોકલવામાં આવે છે.

જોકે ઘઉંની જેમ કેરી પણ વિદેશ મોકલવા પર પ્રતિબંધ મૂકવા મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કૃષિમંત્રી તરીકે તેમને ઉપરથી કોઈ પદાધિકારી દ્વારા પૂછવામાં આવશે તો તેવો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે તેમ જણાવ્યું હતું.