ઉનાળુ વેકેશનમાં અમદાવાદથી આ તમામ ફરવાના સ્થળોની મળશે ડાયરેક્ટ ફલાઈટ, જાણો તમામ વિગતો

|

May 06, 2022 | 8:05 PM

આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળોની મુલાકાત માટેનો સમય આવી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) આપને 27થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે.

ઉનાળુ વેકેશનમાં અમદાવાદથી આ તમામ ફરવાના સ્થળોની મળશે ડાયરેક્ટ ફલાઈટ, જાણો તમામ વિગતો
ફાઈલ ફોટો

Follow us on

Ahmedabad: આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળોની મુલાકાત માટેનો સમય આવી ગયો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) આપને 27થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટૂરીસ્ટ ડેસ્ટીનેશન્સમાં પર્વતો બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે. કોરોના બાદ લોકો મનપસંદ સ્થળોની વધુમાં વધુ મુલાકાત લઈ શકે તે માટે SVPI રન-વેનું કામ નિર્ધારિત સમય કરતાં 45 દિવસ વહેલા પૂર્ણ કર્યા બાદ હવે પ્રવાસન માટે વધુ ફ્લાઈટ્સના આવાગમન માટે તૈયાર છે. પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદના એરપોર્ટે દેશના દુર્ગમ અને જોવાલાયક સ્થળો સુધી પહોંચવા તેમજ એક સ્થળેથી બીજાને જોડતી ફ્લાઈટ્સની કનેક્ટીવીટી વધારી છે.

SVPI એરપોર્ટે પર્વતીય સ્થળોને હવાઈમાર્ગોના પ્રવાસન માટે વિવિધ ફ્લાઈટ્સ ઉપલબ્ધ કરાવી છે. દાર્જિલિંગ (Darjeeling), ચાલસા, સિલિગુડી (Siliguri), ગુવાહાટી (Guwahati) અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી બાગડોગરા (Bagdogra) ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો. દેશના પૂર્વોત્તર રાજ્યોની યાત્રા માટે પટનાથી ગુવાહાટી સુધી અઠવાડિયામાં 6 દિવસ સીધી ફ્લાઈટ પણ ઉપલબ્ધ છે.

  • બાગડોગરા, દેહરાદૂન ડાયરેક્ટ નોન-સ્ટોપ ફલાઈટ.
  • કુર્ગ, કન્યાકુમારી, પૂર્વોત્તરનું ગુવાહાટી વાયા પટના કનેક્ટિવીટી.
  • મેંગ્લોરની ફ્લાઈટ પૂણે/મુંબઈ સાથે કનેક્ટેડ.
  • ત્રિવેન્દ્રમ ફ્લાઈટ પુણે, ચેન્નાઈ અથવા બેંગ્લોર સ્ટોપ કનેક્ટીવીટી.
  • દેહરાદૂનની ફ્લાઇટ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ચારધામની કનેક્ટીવીટી.

ઉત્તરના રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉનાળુ વેકેશન ગાળવા માંગતા મુસાફરોને SVPI એરપોર્ટ પરથી સાનુકૂળ કનેક્ટીવીટી મળી રહેશે. અમદાવાદ એરપોર્ટથી દહેરાદૂન (Dehradun) સુધીની દૈનિક અને સીધી ફ્લાઇટ મુસાફરોને માલસી ડીયર પાર્ક, મસૂરી, ઉત્તરાખંડ અને ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહી, દેહરાદૂન એરપોર્ટથી માત્ર 45 કિમી દૂર ઋષિકેશ (Rishikesh) ખાતે ગંગાની ગોદમાં આધ્યાત્મિક અનૂભૂતિની પણ કરી શકાશે. ધર્મશાલા અને શ્રીનગર જેવા સ્થળો માટે પણ ન્યૂનતમ સ્ટોપ અવર સાથે સાનુકૂળ કનેક્ટિવિટી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

SVPI એરપોર્ટ પરથી તમે વાઈલ્ડલાઈફ, જંગલો કે બીચ પર જઈ પ્રકૃતિના વિવિધ રંગોનો આનંદ માણી શકો છો. અમદાવાદ એરપોર્ટથી મેંગલોર અને ત્રિવેન્દ્રમ માટે દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. વેકેશન ગાળવા માટે કુર્ગ, કુદ્રેમુખ અને વાયનાડ જેવા સ્થળો પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ત્રિવેન્દ્રમ એરપોર્ટથી કોવલમ બીચ કે કન્યાકુમારીની મુસાફરી પણ કરી શકો છો. ભારતના મનપસંદ બીચ ડેસ્ટિનેશન ગોવા માટે દરરોજની સીધી નોનસ્ટોપ ફ્લાઈટ્સ રાખવામાં આવી છે.

(With inputs from Darshal Raval)

Published On - 8:05 pm, Fri, 6 May 22

Next Article