Ahmedabad: પાલડીમાં લૂટ કરી ફરાર થયેલા 2 પરપ્રાંતિય આરોપી પકડાયા

|

Jun 18, 2022 | 10:18 PM

પકડાયેલો આરોપી અરૂણસિંહ રાઠૌર આઠ વર્ષ પહેલા તેના ભાઈઓ રીશી અને પ્રદિપ સાથે મળીને 12 લાખની લૂંટ કરી હતી. ત્યારે તે પકડાઈ ચુકયો હતો. જેલમાંથી છુટીને મહેમદાબાદ નજીક પેટ્રોલ પંપમા નોકરી કરે છે.

Ahmedabad: પાલડીમાં લૂટ કરી ફરાર થયેલા 2 પરપ્રાંતિય આરોપી પકડાયા
2 fugitive accused were arrested

Follow us on

અમદાવાદ (Ahmedabad) ના પાલડીમાં નુતન સોસાયટીમાં ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરી ફરાર થઈ જનાર બે આરોપી (accused) ની ધરપકડ કરાઈ છે. આરોપીએ લૂંટ કરવા માટે મધ્યપ્રદેશથી લૂંટારાના બોલાવીને લૂંટને અંજામ આપ્યો, પરંતુ સીસીટીવી ફુટેજના આધારે ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. પોલીસ (Police) અરૂણસિંહ ઉર્ફે અન્ના રાઠૌર અને બિરેન્દ્ર રાઠૌરની લૂંટ કેસમા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પાલડી વિસ્તારમા આવેલી નૂતન સોસાયટીમા આરોપી અને તેના સાગીરતોએ હથિયાર સાથે ઘરઘાટીને બંધક બનાવીને રૂ 50 હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. આ લૂંટારાઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જે બાઈક લઈને ઓઢવ રીંગ રોડ પહોચ્યા હતા અને બાઈકને ત્યાં બીનવારસી મુકીને ફરાર થઈ ગયા હતા. જોકે સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અરૂણસિંહ અને બિરેન્દ્રની ધરપકડ કરી. જોકે આ કેસમાં હજુ ત્રણ આરોપીએ ફરાર છે.

લૂંટનો માસ્ટર પ્લાન કરનાર અરૂણસિંહ રાઠૌર છે. જેણે મધ્યપ્રેદશના મુરૈના ગામથી પોતાના મિત્રોને લૂંટ કરવા માટે બોલાવ્યા હતા. બિરેન્દ્રની સાથે અન્ય ત્રણ આરોપીઓ લૂંટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. લૂંટ કરવા માટે આરોપી અરૂણસિંહ અને તેના સાગરીતોએ એલ જી હોસ્પીટલમાંથી બાઈકની ચોરી કરી હતી. અને આ બાઈક પર જ આરોપીએ નુતન સોસાયટીમા રેકી કરી હતી. લૂંટના દિવસે બિરેન્દ્ર સોસાયટીની બહાર ઉભો રહ્યો જયારે અન્ય આરોપીઓ હથિયાર સાથે સોસાયટીમા પ્રેવશ કરીને ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા. આ લૂંટારાઓએ રૂ 13 હજાર આ બન્ને આરોપીઓને આપ્યા અને અન્ય મુદ્દામાલ લઈને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

પકડાયેલો આરોપી અરૂણસિંહ રાઠૌર આઠ વર્ષ પહેલા તેના ભાઈઓ રીશી અને પ્રદિપ સાથે મળીને 12 લાખની લૂંટ કરી હતી. ત્યારે તે પકડાઈ ચુકયો હતો. જેલમાંથી છુટીને મહેમદાબાદ નજીક પેટ્રોલ પંપમા નોકરી કરે છે. જ્યારે બિરેન્દ્ર અગાઉ હરિયાણામા કેટરિંગમાં વેઈટર તરીકે નોકરી કરતો હતો અને 25 દિવસ પહેલા જ અમદાવાદ આવીને અરૂણસિંહ સાથે નોકરી કરવા લાગ્યો હતો. આ આરોપીએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને લૂંટનુ ષડયંત્ર રચ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પાલડી પોલીસને સોપ્યા છે. પોલીસે આ લૂંટ કેસમા વોન્ટેડ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Published On - 8:59 pm, Sat, 18 June 22

Next Article