Ahmedabad: કાર્ડ બ્લોક થવાનું હોવાથી કોલ સેન્ટર પર સંપર્ક કરવા જણાવે તો ચેતી જજો, વૃદ્ધે રિટાયરમેન્ટના રૂ 17 લાખ ગુમાવ્યા

|

Feb 19, 2022 | 3:22 PM

મોબાઈલ હેક કરી વૃદ્ધના ખાતામાંથી 1 - 1 લાખ કરી 17 લાખ ઉપાડી લીધા, જોકે જ્યારે સામેની વ્યક્તિએ અન્ય બેન્ક એકાઉન્ટ વિશે પૂછ્યું ત્યારે વૃદ્ધને શંકા ગઈ પણ તે કઈ સમજે તે પહેલાં તેમના ખાતામાંથી એફ ડી સહિત 17 લાખ રૂપિયા ઉપડી ગયા હતા

Ahmedabad: કાર્ડ બ્લોક થવાનું હોવાથી કોલ સેન્ટર પર સંપર્ક કરવા જણાવે તો ચેતી જજો, વૃદ્ધે રિટાયરમેન્ટના રૂ 17 લાખ ગુમાવ્યા
Symbolic image

Follow us on

અમદાવાદમાં એસ જી હાઇવે પર કારગિલ પેટ્રોલ પમ્પ પાસે આવેલ આકાશ પરિસરમાં રહેતા વૃદ્ધ સુરેશ ભાટિયાએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી કે તેને અજાણ્યા શખ્સે મેસેજ કરી તમારું સિમ કાર્ડ ( SIM card) 24 કલાકમાં બ્લોક થશે તો તમે કોલ સેન્ટર (call center) પર કોલ કરો અને તે મેસેજમાં એક  નંબર પણ આપેલ હતો.

આ નંબર પર કોલ કરતા સામેની વ્યક્તિએ તેમને સિમ કાર્ડ શરૂ રાખવા એક લિંક મોકલી 10 રૂપિયા ટ્રાન્જેક્શન (Transaction) કરવા જણાવ્યું જે ટ્રાન્જેક્શન કરતા અને કવિક સપોર્ટ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી મોબાઈલ હેક કરી તેમના ખાતા માંથી 1 – 1 લાખ કરી 17 લાખ ઉપાડી લીધા. જોકે જ્યારે સામેની વ્યક્તિએ અન્ય બેન્ક એકાઉન્ટ વિશે પૂછ્યું ત્યારે સિરેશ ભાટિયાને શંકા ગઈ પણ તે કઈ સમજે તે પહેલાં તેમના ખાતામાંથી એફ ડી સહિત 17 લાખ નાણાં ઉપડી ગયા. 31 જાન્યુઆરી એ બનેલી આ ઘટનામાં તેઓએ પોલીસને પણ જાણ કરી.

ફરિયાદી સુરેશ ભાટિયા ઇન્શ્યોરન્સ કંપની માંથી રિટાયર્ડ કર્મચારી છે. જેમના પત્નીનું 20.2.2005માં બીમારીના કારણે નિધન થયું તેમજ બે પુત્રીને પરણાવી દેતા તેઓ સાસરીમાં રહે છે. માટે સુરેશ ભાટિયા હાલ ઘરે એકલા રહે છે. અને પેંશન પર તેમનું ગુજરાન ચાલે છે. જેમને એક મહિના પહેલા જ પોતાનું ઘર લીધું હતું અનેં કેટલીક રકમ અન્ય જગ્યા પર સેવ કરતા તેનો બચાવ થયો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જોકે તેમના ખાતા રહેલ 17 લાખ ઉપડી જતા તેમના વૃદ્ધાવસ્થાનો એક ટેકો હાલ તેમની પાસેથી છીનવાઈ ગયો છે. જેથી તેઓ પોલીસ પાસે ન્યાયની આશા સાથે નાણાં પરત આવે તેવી પણ આશ લગાવી છે. તો આ તરફ પોલીસ ફરિયાદ થતા પોલીસે પમ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

એવું નથી કે શહેરમાં આ પ્રકારની પહેલી ઘટના બની છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચુકી છે. તેમજ અવાર નવાર આ અંગે બેંકો દ્વારા લોકોને જાગૃત કરવા મેસેજ પણ કરાય છે કે તેઓ કોઈને ખાતાની અંગત માહિતી ન આપે. જોકે તેમ છતાં કેટલાક લોકો લોભના મારે ભોગ બનતા હોય છે.

મોટા ભાગના લોકો મોબાઈલ ટેકનોલોજી સમજતા ન હોવાથી તેમજ વૃદ્ધ લોકો વધુ ટાર્ગેટ થતા હોય છે. ત્યારે જરૂરી છે કે આ બાબતે લોકો જાગૃત બને જેથી ફરી કોઈએ પોતાની કમાણી ગુમાવવાનો વારો ન આવે. ત્યારે જોવાનું એન પણ રહે છે કે સુરેશ ભાટિયાના કેસમાં તેઓને ન્યાય ક્યારે મળે છે અને તેમણે ગુમાવેલા નાણાં પરત મળે છે કે કેમ કે પછી નાણાં ભૂલી જવાનો વારો આવે છે.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ તોડકાંડ: જગજીવન સખિયાએ પુરવાના વીડિયો મીડિયાને આપ્યા, કહ્યું પોલીસે 4.5 લાખ પાછા આપ્યા તે ક્યાંથી આવ્યા તેનો હિસાબ આપે

આ પણ વાંચોઃ અમદાવાદ : તમને એક જ છત નીચે લેટેસ્ટ મોડેલની લક્ઝુરિયસ કારનો ખડકલો જોવા મળશે, બે દિવસીય લકઝરી કાર શો ‘ઓટો ડી લ્યુક્સ’ ની શરૂઆત

Next Article