Hardik Patel: હજુ ભાજપમાં જવાનો કોઈ નિર્ણય લીધો નથી

|

May 19, 2022 | 11:53 AM

કોંગ્રેસે ગુજરાતમાં કામના લોકોને ઉપયોગ કરે છે અને સમય આવે ત્યારે તેને ઉપયોગ કરી ફેકી દેવાયા હતા.

Hardik Patel:  હજુ ભાજપમાં જવાનો કોઈ નિર્ણય લીધો નથી
Hardik Patel (File photo)

Follow us on

હાર્દિક પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે શા માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તે મુદ્દે વિસ્તારથી ચર્ચા કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મેં ભાજપમાં જોડાવાનો કોઈ નિર્ણય લીધો નથી. તેમણે આ સાથે કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો તેમ કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડીને ગયા છે ત્યારે તમારે તમારી જાત પર મનન કરવાની જરૂર છે. કોંગ્રેસે ગુજરાતમાં કામના લોકોને ઉપયોગ જ કર્યો છે અને સમય આવે ત્યારે તેને ઉપયોગ કરી ફેકી દેવાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસમાં જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે. જ્યારે સાચી વાત કરવાની કોશિશ કરી ત્યારે અમને બદનામ કરવાનું કામ કરવામાં આવતું હતું.

હાર્દિકે જણાવ્યું કે મેં ગઈ કાલે રાજીનામું આપ્યું ત્યારે કોઇએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે પાટીદાર યુવાનોના મોતને ભુલીને શું હાર્દિક ભાજપમાં જશે? તો આવા લોકોને હું કહેવા માગું છું કે મે કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યું છે તેનો અર્થ એ નથી કે હું ભાજપમાં જાઉં છું. મે ભાજપમાં જોડાવાનો કોઇ નિર્ણય લીધો નથી. અને જ્યારે નિર્ણય લઈશ ત્યારે ગર્વ પૂર્વક લઈશ.

Published On - 11:46 am, Thu, 19 May 22

Next Article