હાર્દિક પટેલે કોંગ્રસમાંથી રાજીનામું આપી દીધું છે તેની સાથે તેમણે એક પત્ર રજૂ કર્યો છે જેમાં તેમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા સામે ગંભીર આરોપ લગાવ્યા છે. હાર્દિક પટેલે આ પત્રના ચોથા ફકરામાં કોંગ્રેસના નેતા પર ચોખ્ખો આરોપ લગાવ્યો છે કે તેમણે ગુજરાતના પ્રશ્નોને નબળા પાડવાના બદલામાં મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે.
હાર્દિક પટેલે લખેલા પત્રને ચોથો ફકરો અક્ષરશઃ અહીં રજુ કર્યો છે. “મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.”
Published On - 11:14 am, Wed, 18 May 22