દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

|

Mar 08, 2022 | 12:45 PM

મહિલાઓ સાથે થતી શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક સતામણી, હિંસા, અન્ય ગુનાઓ, લગ્ન જીવન, સંબંધોના વિખવાદો,કે અન્યાય બાબતે મદદ કરવાનો ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો 181 અભયમ હેલ્પલાઈનનો ઉદ્દેશ છે.

દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી
181 helplines (File photo)

Follow us on

ગુજરાત (Gujarat) ની મહિલાઓની સુરક્ષા (protection) ને લઈને રાજ્ય સરકારે આજથી સાત વર્ષ પહેલાં આતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) ના રોજ એક દાખલારૂપ પગલું ભરીને દેશમાં સૌપ્રથમ મહિલા હેલ્પ લાઈન (women helpline)  181 અભયમ હેલ્પલાઈનની શરૂઆત કરી હતી. આ હેલ્પ લાઈનને આજે સાત વર્ષ પૂરાં થયાં છે. આ સાત વર્ષમાં 9.90 લાખથી વધુ મહિલાઓને મદદ કરીને મહિલાઓ માટે સંકટ સમયે મદદગાર સાબીત થઈ છે.

181 અભયમ હેલ્પ લાઈન શરૂ કરવા માટે રાજ્ય સરકારે વર્ષ 2014માં પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેના સારો પ્રતિસાદ મળતાં 2015માં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેને આજે 7 વર્ષ પૂર્ણ થયાં છે. છેલ્લાં 7 વર્ષમાં અભયમ દ્વારા 9.90 લાખથી વધુ મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી છે.

મહિલાઓ સાથે થતી શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક સતામણી, હિંસા કે અન્યાય બાબતે મદદ કરવાનો ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો અભયમનો ઉદ્દેશ છે. સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

181 અભયમ મહિલા હેલ્પલાઇન તરફથી મળેલા આંકડા પ્રમાણે ટુંકા સમયગાળામાં જ 9,90,323 કરતાં વધારે મહિલાઓને મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 2,03,225 જેટલા મહિલાને કાઉન્સીલિંગ કરીને મદદ પુરી પાડી છે. જ્યારે 1,26,473 જેટલી મહિલાઓને સ્થળ ઉપર જ સમસ્યાનું સમાધાન કરી કેસનો નિકાલ પણ કર્યો છે. આ ઉપરાંત 61,443 જેટલી મહિલાઓને રેસક્યુ કરીને પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, ફેમેલી કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત વગેરે જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી છે.

અત્યારે મોબાઈલનો ઉપયોગ હાથવગો થી ગયો ત્યારે 181 અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. 181 અભયમ મોબાઈલ એપ્લિકેશનનું ટૂંકા સમયગાળામાં 1,32,827 કરતાં વધારે મહિલાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરી પોતાની સેફ્ટી માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

ફોન કોલ કે મેસેજ દ્વારા મહિલાની પજવણીના કેસમાં પોલીસ સ્ટેશનને ગયા વગર ઘેર બેઠા સમસ્યાના નિરાકરણ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કાર્યરત પોલીસ એક્શન ડેસ્ક દ્વારા 21,693 જેટલા કિસ્સામાં સતત ફોલોઅપ કરીને પીડિત મહિલાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: AMCનાં અણઘડ આયોજનનો વધુ એક કિસ્સો, કોન્ટ્રાક્ટરને કરોડોની વધારે ચુકવણીની મંજુરી

આ પણ વાંચોઃ આ વર્ષે ઊનાળામાં અમદાવાદમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, વોટર કમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણય લેવાયા

Next Article