AHMEDABAD : આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યો દાવો, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત

|

Sep 21, 2021 | 11:48 PM

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્જોયું કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે.. OPDથી લઈ સર્જરી સુધીની સુવિધા સાથે હોસ્પિટલો સજ્જ છે..

રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને ફરી 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં છે

AHMEDABAD : કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત છે.. આ દાવો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યો છે.. તેમણે કહ્યું કે રાજ્ય સહિત દેશભરમાં મોટાપાયે રસીકરણ થઈ રહ્યું છે.. લોકો પણ એવું માનવા લાગ્યા છે કે કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે.. સીરો સર્વે પણ થઈ રહ્યા છે.. તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીવત છે.. અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે.. OPDથી લઈ સર્જરી સુધીની સુવિધા સાથે હોસ્પિટલો સજ્જ છે..

બીજીતરફ રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે.રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને ફરી 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં છે. જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે નવા કેસો આવવાની સાથે એટલા જ પ્રમાણમાં કોરોનાના દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને આજે 21 સપ્ટેમ્બરે એક્ટીવ કેસો ઘટીને 133 થઇ ગયા છે.

રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,737 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે 21 સપ્ટેમ્બરના રોજ 2,95,584 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 35,898 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,10,644 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 5 કરોડ 73 લાખ, 55 હજાર અને 328 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો : PRAYAGRAJ : મહંત નરેન્દ્રગિરીના નિધન બાદ હવે કોણ બનશે અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ?, જાણો અહી

Next Video