ગુજરાતનોએ ડોન જેનાથી દાઉદ ઈબ્રાહીમ પણ ધ્રુજતો હતો, ડોન પર ફિલ્મ પણ બની ચૂકી છે

|

Dec 18, 2023 | 11:53 AM

બોલિવુડ ફિલ્મ રઈસ સૌ કોઈએ જોઈ હશે, તમને જણાવી દઈએ કે, રઈસ અમદાવાદના ડોન લતીફની જીંદગી પર આધારિત છે. આ ફિલ્મ હિટ પણ ગઈ હતી.લતીફની સ્ટોરી અમદાવાદના દરિયાપુરથી શરૂ થાય છે. ગુજરાતના ડોન લતીફથી દાઉદ ઈબ્રાહીમ પણ ડરતો હતો.

ગુજરાતનોએ ડોન જેનાથી દાઉદ ઈબ્રાહીમ પણ ધ્રુજતો હતો, ડોન પર ફિલ્મ પણ બની ચૂકી છે

Follow us on

ગુજરાતમાં 1980નો દાયકો લતીફનો હતો. ગરીબ પરિવારમાં જન્મેલા લતીફ પાસે પૈસાની તંગી હતી. તેમણે નાની ઉંમરમાં જ અપરાધની દુનિયામાં પગ રાખી દીધો હતો. દારુના વેપારથી શરુ કરી આંતકવાદીઓની દુનિયામાં પગ રાખ્યો હતો. લતીફનો ગુજરાતમાં એવો ખૌફ હતો કે, તેને ગુજરાતનો દાઉદ ઈબ્રાહિમ કહેવામાં આવતો હતો.આજે આપણે વાત કરી રહ્યા છીએ અબ્દુલ લતીફની જેણે ગેરકાયદેસર દારૂના વેપારથી પૈસા કમાયા અને પછી આતંકવાદની દુનિયામાં પ્રવેશ કર્યો.

લતીફની 80ના દયકામાં તાકાત વધી ગઈ

લતીફનો જન્મ અમદાવાદના દરિયાપુરમાં થયો હતો. તેના પિતા તંબાકુ વહેંચવાનું કામ કરતા હતા. અબ્દુલ લતીફે માત્ર 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. મોટી વાત તો એ છે કે, ગુજરાતમાં દારુબંધી છે ત્યારે લતીફ બીજા રાજ્યોમાંથી જુગાડ કરીને ગુજરાતમાં દારુ પહોંચાડતો હતો.બસ અહિથી લતીફનો ધંધો જામી ગયો અને તેને પણ જાણ થઈ ગઈ કે, પૈસા કમાવાનો તેના માટે આજ સારો વિકલ્પ છે. આ રીતે તેમણે ગુજરાતમાં પોતાનું નેટવર્ક મજબુત કર્યું આ સાથે લતીફની 80ના દયકામાં તાકાત વધી ગઈ હતી. તેના દુશ્મનોના લિસ્ટમાં દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામેલ થયો હતો.

વર્ષ 1986-87માં ગુજરાતની નગરપાલિકાની ચૂંટણીમાં 5 સીટો પર જેલમાં રહીને પણ ચૂંટણી લડી હતી. અબ્દુલ લતીફનો દબદબો એવો હતો કે, આ તમામ 5 સીટો એટલે કે, કાલુપુર, શાહપુર, દરિયાપુરની સાથે જમાલપુર અને રાખંડાથી ચૂંટણી જીતી હતી.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

પોલિસ એન્કાઉન્ટરમાં અબ્દુલ લતીફને ઠાર મારવામાં આવ્યો

10 ઓક્ટોમ્બર 1995ના રોજ ગુજરાત એટીએસે, સીબીઆઈ અને દિલ્હી પોલીસના ઓપરેશનથી લતીફ પોલીસ પકડમાં આવી ગયો હતો.2 વર્ષ સુધી લતીફ જેલમાં બંધ રહ્યો હતો. 29 ફ્રેબુઆરી 1997ના રોજ તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે સફર રહ્યો નહિ અને પોલિસ એન્કાઉન્ટરમાં અબ્દુલ લતીફને ઠાર મારવામાં આવ્યો હતો. અબ્દુલ લતીફનું ચેપ્ટર હંમેશા માટે બંધ થઈ ગયું અને ગુજરાત અનેક વર્ષો બાદ આતંકથી મુક્ત થયું હતુ.

દાઉદનો તેના વિસ્તારના લોકો માટે વર્ષના રાશનનો મુદ્દો હોય કે પછી વિસ્તારના ગરીબ પરિવારની દીકરીના લગ્ન હોય, લતીફ પૈસા આપતો હતો. સ્થાનિક લોકો લતીફને ભગવાન માનતા હતા.

રાષ્ટ્રીય સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article