લખીમપુરમાં પ્રિયંકા ગાંધી સાથે પોલીસે કરેલા ગેરવર્તનના આક્ષેપ સાથે ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

|

Oct 04, 2021 | 8:18 PM

પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.ઉપરાંત કોંગ્રેસે પોલીસ પર પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડા સામે શારીરિક બળનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

AHMEDABAD : ઉત્તરપ્રદેશના લખીમપુરના ખીરીમાં ખેડૂતોના મોત બાદ પરિવારની મુલાકાતે ગયેલા પ્રિયંકા ગાંધી સાથે પોલીસે કરેલા વર્તનના દેશભરમાં પડઘા પડ્યા છે અને કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે..ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ પ્રિયંકા ગાંધી સાથે પોલીસે કરેલા ગેરવર્તનનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે..અમદાવાદ ખાતે કોંગ્રેસ નેતાઓએ ભાજપ વિરોધી પ્રદર્શન યોજ્યું, જ્યાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યારે લખીમપુર ખેરી જતા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ઘરપકડ બાદ જ્યાં તેમને રાખવામાં આવ્યા છે.તે રૂમની સફાઈ કરતા પ્રિયંકા ગાંધી જોવા મળ્યા.

પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયતનો વિરોધ કરવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.ઉપરાંત કોંગ્રેસે પોલીસ પર પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડા સામે શારીરિક બળનો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,જ્યારે પોલીસ કર્મચારીઓએ સીતાપુર ખાતે તેના કાફલાને ઘેરી લીધો હતો,ત્યારે પ્રિયંકા ગાંધીએ વોરંટ બતાવવાની માંગ કરી હતી.ઉશ્કેરાયેલા કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, “તમે સરકારનો બચાવ કરી રહ્યા છો. તમે મને કાનૂની વોરંટ આપો, કાનૂની આધાર આપો, નહીં તો હું અહીંથી ખસીશ નહીં અને તમે મને સ્પર્શ કરી શકો નહીં.”

આ પણ વાંચો : સંરક્ષણમંત્રી રાજનાથસિંહે DRDOની ડેર ટુ ડ્રીમ 2.0 સ્પર્ધાના વિજેતા યુવા વૈજ્ઞાનિકોને પુરસ્કાર એનાયત કર્યા

આ પણ વાંચો : PATAN : નગરપાલિકાની ફાયર વિભાગની શારીરિક ક્ષમતા કસોટીમાં ડમી ઉમેદવાર ઝડપાયો

Next Video