ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણ જ દરેક સમસ્યાનું સમાધાન

|

Nov 20, 2021 | 1:40 PM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દરેક સમાજ આગળ આવી શકે છે. જે સમાજ આવવા માંગતો હોય સરકાર તેની સાથે છે. શિક્ષણથી દરેક પ્રશ્ન હલ થઇ શકે અને દરેક સમાજે તે અંગે ધ્યાન આપ્યું છે.

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે( CM Bhupendra Patel) અમદાવાદમાં(Ahmedabad) ઉમિયાધામના(Umiyadham)ભૂમિપૂજન કાર્યક્રમમાં કહ્યું હતું કે દરેક સમાજમાં શિક્ષણનું(Education) સ્તર વધે એ જરૂરી છે તો જ દરેક સમાજ આગળ આવી શકે છે. જે સમાજ આવવા માંગતો હોય સરકાર તેની સાથે છે. શિક્ષણથી દરેક પ્રશ્ન હલ થશે અને દરેક સમાજે તે અંગે ધ્યાન આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે મે આગળ જોયું સરકારનો પ્રયાસ હોય આખા ગુજરાતમાં પાટીદાર સમાજથી માંડી ને દરેક સમાજ ખૂબ મોટા મોટા પ્રોજેકટ મૂકી રહયા છીએ. જો આ પ્રોજેક્ટ શરૂ થશે તો સરકાર તરીકે મને એમાંથી રોજગારી દેખાઈ રહી છે જેનાથી રાજ્યને ખૂબ ફાયદો થશે.

સરકાર તરીકે અમારી જે જવાબદારી છે એ જવાબદારી નિભાવવા હું અને મારી ટીમ તૈયાર છે. તેમજ સામાજિક સંસ્થાઓ ખૂબ સારી કામગીરી કરી રહી છે. બધું કામ સરકાર એકલા હાથે કરી શકે તે જરૂરું અને શક્ય નથી એટલે જ પીએ એ કહ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ તેમજ જે સમાજ આગળ આવવા માંગતા હોય તેની મદદ કરવા અમે તૈયાર છીએ.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ ખાતે મા ઉમિયાધામનું ભૂમિપૂજન કરાયું  હતું. 74 હજાર ચોરસવાર જગ્યામાં રૂપિયા 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિ ગૃહ જેવા વિવિધ વિભાગોનું ઉમિયાધામ ખાતે નિર્માણ થઇ રહ્યું છે.

જ્યારે જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક તૈયારી માટે ઉમિયા કરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલનું નવિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે.કુલ 13 માળની ઈમારતમાં 400થી વધુ રૂમમાં 1200થી વધારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલ સાથે વર્કિંગ ભાઇ-બહેનો માટે હોસ્ટેલનું નિર્માણ થશે તેમજ અત્યાધુનિક પાર્ટી પ્લોટનું પણ નિર્માણ કરાશે.

આ પણ  વાંચો : કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને કોઇ આમંત્રણ આપ્યું નથી : સી.આર.પાટીલ

આ પણ  વાંચો : IIM Ahmedabad Summer Internship Recruitment 2021: સમર ઈન્ટર્નશિપ રીક્રૂટમેન્ટ 2021 શરૂ, જાણો સમગ્ર વિગતો

Next Video