AHMEDABAD : વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસે ગુજરાત ભાજપ 7100 રામમંદિરમાં એક સાથે આરતી કરશે

|

Aug 29, 2021 | 6:20 PM

Prime Minister Modi's 71st Birthday : રાજ્યના 7100 રામમંદિરમાં એક સાથે આરતી કરવામાં આવશે. આ ઉપરાંત મોદીના 71મા જન્મદિવસે ગુજરાત ભાજપ દ્વારા 71 ઓપન હાર્ટ સર્જરીની જરૂરિયાત વાળા બાળકોની સર્જરી કરાવવામાં આવશે.

AHMEDABAD : 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ભાજપ ગુજરાતના રામમંદિરમાં ભવ્ય આરતી કરી ઉજવણી કરશે. રાજ્યના 7100 રામમંદિરમાં એક સાથે આરતી કરવામાં આવશે. આ ઉપરાંત મોદીના 71મા જન્મદિવસે ગુજરાત ભાજપ દ્વારા 71 ઓપન હાર્ટ સર્જરીની જરૂરિયાત વાળા બાળકોની સર્જરી કરાવવામાં આવશે.

અમદાવાદ આવેલા ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે આ જાહેરાત કરી છે.. અમદાવાદમાં જૈન સમાજ દ્વારા પાટીલની રજત તુલા થઈ હતી.આ પ્રસંગે તેમણે કહ્યું કે જૈન સમાજ ફક્ત વેપાર જ નહીં પણ રાજકારણમાં પણ અગ્રેસર છે.અમદાવાદ શહેર ભાજપ પ્રમુખથી માંડી આપણા મુખ્યમંત્રી પણ જૈન જ છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદે બિરાજિત થયા બાદ એક વર્ષમાં તેમના કાર્યોની સફળતાનાં વધામણાં રૂપે અમદાવાદના આંગણે જૈન સમાજ દ્વારા આયોજિત ‘અભિવાદન અને સન્માન સ્વરૂપ રજત-તુલા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસે ગુજરાત આવે તેવી શક્યતા છે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નર્મદા આરતીના નામે બીજું આકર્ષણ મળ્યું છે. રાજ્ય સરકારે નર્મદા ઘાટ પર ગંગા આરતીની તર્જ પર નર્મદા આરતી માટે 14 કરોડનો ખર્ચ કર્યો છે. અહીં 2 આરતીનું રિહર્સલ કરવામાં આવ્યું છે, જેમાં એક આરતી સંસ્કૃતમાં છે અને બીજી આરતી ગુજરાતી ભાષામાં છે. . પીએમ મોદી 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે નર્મદા મૈયાની મહા આરતી શરૂ કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : BHARUCH : અંકલેશ્વરમાં દર મહીને કોરોના વેક્સિન કોવેક્સીનના 1 કરોડ ડોઝનું ઉત્પાદન થશે

Next Video