
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જાહેર મંચ પર પ્રોફેશનાલિઝમનું અદ્ભુત ઉદાહરણ આપ્યુ છે. જેમને જાહેર મંચ પર પ્રોફેશનાલિઝમનું અદ્ભુત ઉદાહરણ આપતા જણાવ્યુ કે કોંગ્રસ પાર્ટીએ તેમના પર સીબીઆઈનો કેસ કર્યો જેથી જેલમાં જવુ પડ્યુ. તે સમયે 5 મીનિટ પહેલા તેઓ જેલના મંત્રી હતા અને 5 મિનીટ પછી જેલના કેદી થવુ પડ્યુ હતુ.
ત્યારે આવા કપરાકાળમાંથી બહાર નીકળવા માટે ગુજરાતના ક્રિમીનલ લોની જાણકારી ધરાવતા હોય તેવા વકિલને કેસ સોંપવો તે માટે સારા વકિલોની ચર્ચા થઈ રહી હતી. ત્યારે નિરુપમ ભાઈનું નામ સામે આવ્યુ હતુ. જે કોંગ્રેસના જનરલ સેક્રેટરી હતા. નિરુપમ ભાઈ અમિત શાહનો કેસ લડવા માટે તૈયાર થયા અને તેમને નિર્દોશ સાબિત કર્યા હતા.
ત્યારે અમિત શાહએ વકિલ અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી નિરુપમ ભાઈને પુછ્યુ કે કેમ તમે મારો કેસ લડ્યા ત્યારે નિરુપમ ભાઈએ જણાવ્યુ કે કોંગ્રેસના મારા સાથી મિત્રોના સ્વભાવથી હું અવગત છુ.
તો અમદાવાદના સાયન્સ સિટીમાં માટી કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માટી કલા મહોત્સવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. તેમની સાથે નારાયણ રાણે પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમિત શાહે કલા મહોત્સવને ખૂલ્લો મુક્યો હતો. તેઓએ આ પ્રસંગે માટી કલા સાથે જોડાયેલા પરિવારોની મહેનત અને કલાને લઈ વાત કરી હતી.
તો આ પ્રસંગે માટી કલા સાથે જોડાયેલા 300 થી વધારે ભાઈ બહેનો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તો તેમને અમિત શાહની હાજરીમાં વિદ્યુત ચાકડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે જ ખાદી ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોને પણ ચરખાંનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. લાભાર્થીઓને મશીન અને ટૂલ કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેરલના કુટ્ટુર પ્લાન્ટના સીએસપી પ્લાન્ટ અને અમદાવાદની 8 પોસ્ટ ઓફિસનુ ઓનલાઈન ઉદ્ઘાઘટન કરવામાં આવ્યુ હતુ.
Published On - 7:33 am, Sun, 3 December 23