AHMEDABAD : FORD મોટર્સે સાણંદ સ્થિત પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કર્યુ, હજારો લોકોની રોજગારી પર અસર થશે

AHMEDABAD : FORD મોટર્સે સાણંદ સ્થિત પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કર્યુ, હજારો લોકોની રોજગારી પર અસર થશે

| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:25 AM

Ford Motors :કંપનીએ પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, છેલ્લા 10 વર્ષમાં કંપનીએ 2 અબજ ડોલરની ખોટ કરી છે.

AHMEDABAD : ફોર્ડ કંપની (ford Motors)એ સાણંદ (Sanand)માં આવેલો પોતાના પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધી કરી દેવાનું નક્કી કર્યું છે.. સાથે જ તેની જાણકારી તેમના કર્મચારીઓને કરી દેવામાં આવી છે.ફોર્ડ કંપની તામીલનાડુંમાં પણ આવેલા પ્લાન્ટમાંને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે, સાણંદ પ્લાન્ટમાં એન્જીન બનાવવાનું શરૂ રહેશે.કંપનીએ પ્લાન્ટમાં કાર ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, છેલ્લા 10 વર્ષમાં કંપનીએ 2 અબજ ડોલરની ખોટ કરી છે.

કંપનીએ તેના ચેન્નઈ અને સાણંદ પ્લાન્ટમાં આશરે 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપની આ પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ઇકોસ્પોર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે.

ભારતમાં પોતાનો પ્લાન્ટ બંધ કરનારી જનરલ મોટર્સ પછી ફોર્ડ બીજી અમેરિકન ઓટો કંપની છે. બે દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યા બાદ 2017 માં જનરલ મોટર્સે જાહેરાત કરી હતી કે તે ભારતમાં વાહનોનું વેચાણ બંધ કરશે. કંપનીએ ગુજરાતમાં તેનો હાલોલ પ્લાન્ટ એમજી મોટર્સને વેચ્યો હતો, જ્યારે તેણે મહારાષ્ટ્રમાં તેના તાલેગાંવ પ્લાન્ટને નિકાસ માટે ચલાવવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ ગયા ડિસેમ્બરમાં ત્યાં તેનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : UNSC Meetingમાં બોલ્યું ભારત, કહ્યું ‘કોઈ પણ દેશ પર હુમલો કે આતંકીઓની ટ્રેનીંગ માટે ન થાય અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ’

આ પણ વાંચો : Afghanistan: તાલિબાન સાથે વાતચીત કરીને લાખો જીવ બચાવવા જોઈએ: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ