AHMEDABAD : 1 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે ફ્લાવર-શો, AMCએ રિક્રિએશન કમિટીની બેઠકમાં લીધો નિર્ણય

|

Dec 01, 2021 | 7:35 PM

Ahmedabad Flower show : અમદાવાદ મહાનગરપાલિકાએ રિક્રિએશન કમિટીની બેઠકમાં ફલાવર-શો યોજવા અંગે નિર્ણય લીધો છે. જો શહેરમાં કોરોના કેસો નહીં વધે તો જ ફ્લાવર-શો યોજાશે.

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ રિક્રિએશન કમિટીની બેઠકમાં ફલાવર-શો યોજવા અંગે નિર્ણય લીધો છે. AMCના આ નિર્ણય મૂજબ શહેરમાં 1 થી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર-શો યોજાશે. જો શહેરમાં કોરોના કેસો નહીં વધે તો જ ફ્લાવર-શો યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોરોનાને ધ્યાને રાખી કાંકરિયા કાર્નિવલ યોજવાનું કોઈ પ્લાનિંગ નથી.

1 થી 14 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ દેશ વિદેશના રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠશે. સરદાર બ્રિજથી એલીસબ્રિજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાશે. ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર ફલાવર સ્કલ્પચર બનાવવામાં આવશે. વર્ષ 2020ના ફલાવર-શોમાં દાંડી યાત્રા, ગાંધીજીનો ચરખો, આરોગ્ય જાગૃતિ માટેના અલગ અલગ સ્કલ્પચર ફ્લાવર શોમાં જોવા મળ્યા હતા, તો આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ રસીકરણ અંતર્ગત એક થીમ પણ જોવા મળી શકે છે.

ફ્લાવર શો માટે ફ્લાવર ગાર્ડન તૈયાર કરવામાં અંદાજે 2 થી 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે ફ્લાવર શો નિહાળવા માટે લાખોની ભીડ ઉમટતી હોય છે. અંદાજે 8થી 10 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે અનેક નવા નજરાણા ફ્લાવર શોમાં જોવા મળશે.

આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે

આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા

Published On - 7:26 pm, Wed, 1 December 21

Next Video