Khetibank Elelection : 70 વર્ષ જૂની ખેતીબેંક પર ભાજપનો કબજો, જાણો કોણ બન્યું ચેરમેન અને વાઈસ ચેરમેન

|

Sep 06, 2021 | 1:51 PM

ખેતીબેંકની ચૂંટણી : ગુજરાતની 70 વર્ષ જૂની ખેતીબેંકના ખેતીબેંકના 17 ડીરેક્ટરો ચૂંટાયા હતા, જેમાંથી 14 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે.

આજે ગુજરાતની 70 વર્ષ જૂની ખેતીબેંક એટલે કે ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંકની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ખેતીબેંકના 17 ડીરેક્ટરો ચૂંટાયા હતા, જેમાંથી 14 ભારતીય જનતા પાર્ટીના સભ્યો હતા અને અકે સરકારી પ્રતિનિધિ હતા. ખેતીબેંકની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલનું મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોકલ્યું હતું. આ મેન્ડેટનું તમામ ડીરેક્ટરો સ્વાગત કરતા કર્યું છે. બંને યોગ્ય કાર્યકર્તાઓને ખેતી બેંકનું નેતૃત્વ સોંપવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો હતો.

ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને સહકાર સેલ સંયોજક બિપીન ગોતાએ મેન્ડેટની જાહેરાત કરી હતી. ખેતીબેંકની ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચા અને વાઈસ ચેરમેન તરીકે ફળજીભાઈ પટેલની બિનહરીફ વરની થઇ છે. આ સાથે ખેતી બેંક ગુજરાત પર ભાજપે 14 ડિરેક્ટરોની બહુમતિ સાથે કબ્જો જમાવ્યો છે. ખેતી બેંક પર ભાજપના કબ્જા બાદ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી.. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

આ પણ વાંચો : Vadodara : પાદરામાં આધુનિક R&D સેન્ટરનું લોકાર્પણ, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલી હબ-કેપિટલ બન્યુ છે : CM

Published On - 1:49 pm, Mon, 6 September 21

Next Video