લોકો (People) ને સગવડતા આપવા માટે સરકાર (Government) દ્વારા ઓનલાઇન સિસ્ટમ (Online system) શરૂ કરવામાં આવી છે. જોકે કેટલાક સ્થળે આ જ સુવિધા લોકો માટે અગવળતા બની છે, કેમ કે આ જ ઓનલાઈન સિસ્ટમમાં ખામી સર્જાતા હોવાનું સામે આવતુ હોય છે, જેના કારણે કામગીરી અટકી પડતી હોય છે, આવી જ રીતે ગ્રાહક ફરિાયદ નિવારણ ફોરમ (Consumer Grievance Redressal Forum) ની ઓનલાઈન સાઈટમાં એક બે નહિ પણ 45 દિવસથી ખામી સર્જાઈ છે, જેની અસર કેસ પર પડી રહી છે, તો પોસ્ટ વિભાગ (Post Department) માં પણ ઓનલાઇન સર્વરમાં માર્ચ મહિનામા ખામી (Defects) સર્જાતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ગ્રાહક સુરક્ષા ફોરમ ગ્રાહકોને લઈને કામ કરે છે, તે પછી ગ્રાહકોને ન્યાય અપાવવાની વાત હોય કે છેતરપિંડી ની રકમ પરત અપાવવાની વાત હોય. જે ગ્રાહક ફોરમને લગતી સુવિધા લોકોને સરળતાથી મળી રહે તે માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરુ કરાયુ છે, જે છે CONFONET.NIC.IN જે પોર્ટલ પરથી અરજદારના વકીલો જજમેન્ટ, કેસનુ સ્ટેટસ. કેસ હિસ્ટ્રી સહિતની બાબતો જાણી શકે છે, જોકે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ ના જણાવ્યા પ્રમાણે તે પોર્ટલમા એક બે નહિ પણ 45 દિવસથી ખામી સર્જાઈ છે, જેના કારણે કેસને લગતી વિગતો મળી શકતી નથી અને કેસને કઈ રીતે આગળ વધારવો તે અંગે સમસ્યા સર્જાતી હોય છે. જે પોર્ટલને ફરી શરૂ કરવા માંગ ઉઠી છે. કેમ કે 38 જિલ્લામાં ગ્રાહક ફોરમમા હાલમા 36 હજાર ઉપર કેસ પેન્ડીંગ ચાલી રહ્યા છે. જે સમસ્યા પાછળ મુકેશ પરીખે કોન્ટ્રાકટરને જવાબદાર ગણાવ્યા છે.
તો બીજી તરફ મુકેશ પરીખે પોસ્ટના ઓનલાઈન પોર્ટલ માં છેલ્લા પાંચ વર્ષથી દર માર્ચ મહિને કે જ્યારે ઓડીટ સહિતની કામગીરી થતી હોય છે, તેવા સમયે ખામી સર્જાતા હોવાના આક્ષેપ કર્યા છે. જે ખામી ના કારણે પોસ્ટ માં મની ટ્રાન્સફર, પાર્સલ સુવિધા, સ્પીડ પોસ્ટ, પીપીએફ, બેંકને લગતા કામ સહિતની અનેક કામગીરી પણ અસર પડી છે. તો માર્ચ મહિનામા વધુ કામગીરી હોવા છતા સર્વરમા સમસ્યા સર્જાતા પોસ્ટ વિભાગના કર્મચારીઓએ કામગીરી પુર્ણ કરવા નોકરીના સમય કરતા વધુ સમય કામ કરવું પડતું હોવાનું સ્વીકાર્યું, સાથે જ ખાતા ધારકોને હાલાકી પડતી હોવાની પણ વાત સ્વીકારી છે. જે સમસ્યા એસએપી નામના નવા સોફટવેર આવ્યા પછી વધી હોવાની કબુલાત કર્મચારીએ કરી છે.
સરકારી ઓનલાઇન સર્વર માં ખામી સર્જાવી એ આ પહેલી ઘટના નથી, આ પહેલા આરટીઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ સરકારી પોર્ટલ માં ખામી સર્જાવાનું સામે આવ્યુ છે, જેવા આ વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે, ત્યારે સમયની માંગ છે કે આ પ્રકારની ખામીઓ ન સર્જાય તેવી એક ચોક્કસ વ્યવસ્થા ઉભી થાય. જેથી કર્મચારીઓને તો હાલાકી ન પડે પણ લોકોને પડતી સૌથી મોટી હાલાકી દૂર કરી શકાય.
આ પણ વાંચોઃ Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાઇ, FSLની ટીમે પણ ઘટનાસ્થળે તપાસ કરી