
છેલ્લા ચાર દિવસથી શહેરમાં કોરોનાથી સાજા થઇને હોસ્પિટલમાંથી ઘરે જતાં દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બર સુધી શહેરમાં રોજના સરેરાશ 113 દર્દી ડિસ્ચાર્જ થતાં હતા પરંતુ હવે માંડ 60 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ રહ્યા છે. તેને કારણે એક્ટિવ કેસની સંખ્યા જે પાંચ દિવસ પહેલા 2911 હતી તે વધીને 3246 થઇ છે. શહેરમાં એક મહિના બાદ કોરોનાને કારણે બે દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં મૃત્યુનો આંક સતત ઘટી રહ્યો છે. આ અગાઉ 2 ઓગસ્ટે 2 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. શનિવારે નવા 151 કેસ નોંધાતા શહેરમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 31230 થઈ છે.
શહેરમાં ડિસ્ચાર્જમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને કારણે એક્ટિવ કેસની સંખ્યા વધી ગઇ છે. 29 ઓગસ્ટે 2880 એક્ટિવ કેસ હતાં ત્યાં આજે 3246 એક્ટિવ કેસ છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં કેસની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળ્યો છે. આક્રમક ટેસ્ટિંગને કારણે કેસની સંખ્યામાં પણ સામાન્ય વધારો છે. અગાઉ જ્યાં જેટલા નવા કેસ નોંધાતા હતા તેટલા અથવા કેટલાક કિસ્સામાં તેના કરતા પણ વધારે દર્દીઓ ડીસ્ચાર્જ થતાં હતા. જોકે હાલ આ ડીસ્ચાર્જની સંખ્યા 50 ટકા પર પહોંચી ગઇ છે. મ્યુનિ. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ડિસ્ચાર્જ રેટમાં ઘટાડો તે કોઇ ચોક્કસ કારણોને લીધે નથી. પરંતુ કેટલાક દિવસોમાં આવી સ્થિતિ હોઇ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:27 am, Sun, 6 September 20