KUTCHH : કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાંથી 400 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

|

Dec 20, 2021 | 9:29 PM

ભારતીય જળ સીમામાં આવેલી પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી રૂપિયા 400 કરોડના બજાર મૂલ્યનો 77 કિલો હેરોઇનનો જથ્થા સાથે બોટમાં સવાર 6 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે.

KUTCHH : કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાંથી 400 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો
Coastguard and Gujarat ATS team seize Rs 400 crore worth of heroin from Pakistani boat

Follow us on

AHMEDABAD : ભારતીય તટરક્ષક દળે (ICG) 20 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત ATSની ટીમ સાથે ઝડપથી ઓપરેશન હાથ ધરીને ભારતીય જળ સીમામાં આવેલી પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી રૂપિયા 400 કરોડના બજાર મૂલ્યનો 77 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે અને બોટમાં સવાર 6 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે.

ICGના જહાજે થીજવી દેનારા પવન વચ્ચેથી આગળ વધીને અત્યંત ઠંડીના હવામાન વચ્ચે પણ ભારતીય જળ સીમામાં 06 NM માઇલ દૂર બહાદુરીપૂર્વક પાકિસ્તાની બોટને અટકાવી હતી. બોટ શંકાસ્પદ રીતે આગળ વધી રહી હોવાનું જહાજને જાણવા મળતા બોટને પડકારવામાં આવી હતી પરંતુ તેમણે તુરંત જ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જહાજે તાત્કાલિક ચપળતાપૂર્વક કામગીરી કરતા તેમણે શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

હવામાનની વિપરિત સ્થિતિ વચ્ચે પણ, બોટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને તે દરમિયાન હેરોઇનનો 77 કિલો જથ્થો ભરેલા 05 થેલા મળી આવ્યા હતા. આ હેરોઇનના જથ્થાનું બજાર મૂલ્ય અંદાજે રૂપિયા 400 કરોડ છે. જપ્ત કરવામાં આવેલી બોટ કરાંચી ખાતે નોંધાયેલી છે અને તમામ એજન્સી દ્વારા તેની વધુ સંયુક્ત તપાસ કરવા માટે જખૌ બંદર ખાતે લાવવામાં આવી હતી.

ત્રણ મહિનાના સમયમાં ICG અને ગુજરાત ATS દ્વારા આ ત્રીજું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ICG અને ગુજરાત ATSના તાલમેલપૂર્ણ ઓપરેશનોના કારણે કુલ રૂપિયા 550 કરોડના મૂલ્યનો કુલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

 

ATS એ 4 વર્ષમાં 4600 કરોડનો જથ્થો ઝડપ્યો
જખૌ નજીક દરિયામાંથી અલ હુસેની બોટમાંથી ઝડપાયેલો જથ્થો કરાચીથી ગુજરાત દરિયાઇ માર્ગે પંજાબ સુધી પહોચાડવાનો હોવાનુ એજન્સીઓની પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે. પરંતુ જથ્થો ગુજરાતમાં કોણ લેવાનુ હતુ તે અંગે સત્તાવાર માહિતી ATS કે અન્ય એજન્સીઓએ તપાસના હિતમાં આપી નથી પરંતુ પંજાબના ગેગસ્ટરોને આ જથ્થો રાજસ્થાન-ગુજરાતના કેટલાક શખ્સોની મદદથી પહોચાડવાનુ કાવતરૂ હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.

જો કે ATS એ 2018 થી અત્યાર સુધી 920KG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે જેની કિંમત 4600 કરોડ થવા જાય છે. તો ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સ્યુક્ત ઓપરેશન કરી આ બીજા સફળ ઓપરેશનને પાર પાડ્યુ છે. ગુજરાતના 1600 કિ.મી લાંબા દરિયામાં સુરક્ષાના છીંડા ગોતી ડ્રગ્સ માફીયાઓ ઠેરઠેર ડ્રગ્સ પહોંચાડવાના મરણીયા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ગુજરાત ATS સહિતની એજન્સીઓએ આવી પ્રવૃતિ અટકાવવા કટ્ટીબંધતા દર્શાવી છે.

ઝડપાયેલા પાકિસ્તાનીની પુછપરછ પછી તપાસ દરમ્યાન ગુજરાત સહિત આંતરરાજ્ય તપાસમાં રાજસ્થાન અને પંજાબ સુધી તપાસ લંબાઇ શકે છે. જેને લઇને ATS ની વિવિધ ટીમો કામે લાગી છે. સાથે ગુજરાતમાં હજુ કેટલા લોકો ડ્રગ્સની જાળમાં સંડોવાયેલા છે તેની પણ ઉંડાણપુર્વક તપાસ કરી રહ્યા છે.

Published On - 7:50 pm, Mon, 20 December 21

Next Article