Rath Yatra LIVE : રથ ખેંચનારા ખલાસીઓ પણ રથયાત્રાને લઈને ઉત્સાહિત

|

Jul 12, 2021 | 10:33 AM

કોરોનાની ચુસ્ત ગાઈડલાઈન વચ્ચે અમદાવાદ જગન્નાથ યાત્રાને લીલીઝંડી આપવામાં આવી છે. રથ ખેંચનારા ખલાસીઓ પણ રથયાત્રાને લઈને ઉત્સાહિત છે.

Rath Yatra LIVE : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144 Rathyatra) નિયમો સાથે નિકળશે. રાજ્ય સરકારે કોરોના(Corona) નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી છે. આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 120 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કરવાના રહેશે.

ખલાસીઓ પણ રથયાત્રાને લઈને ઉત્સાહિત છે. 120 જેટલા ખલાસીઓ રથયાત્રામાં જોડાશે. જેમાં 60 ખલાસીઓ મંદિરથી સરસપુર જશે બાકીના 60 ખલાસીઓ સરસપુરથી મંદિર પરત ફરશે. રથયાત્રામાં સામેલ થતા પહેલા ખલાસીઓનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. નોંધનીય છે કે, દર વર્ષ 300 જેટલા ખલાસીઓ સામેલ થતા હોય છે.

રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર સુરક્ષા જવાનોનો ખડકલો કરાયો છે. જેમાં 34 એસઆરપીની કંપની, નવ સીઆરપીએફની કંપની, 5 હજાર 900 હોમગાર્ડ તૈનાત છે. તો ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને 15 ક્યુઆરટી ટીમ તૈનાત કરાઈ છે.

Published On - 6:12 am, Mon, 12 July 21

Next Video