મીનીમમ ભાડામાં વધારા મુદ્દે રીક્ષાચાલકોની હડતાળથી  રાજ્યમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જશે

મીનીમમ ભાડામાં વધારા મુદ્દે રીક્ષાચાલકોની હડતાળથી રાજ્યમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જશે

| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:43 PM

અમદાવાદ, વડોદરા રાજકોટ, ભાવનગર સમગ્ર ગુજરાતમાંથી આ હડતાળને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.જો હડતાળ થશે તો સમગ્ર ગુજરાતમાં 15 લાખ રીક્ષાના પૈડાં થંભી જશે.

AHMEDABAD : CNGના વધેલા ભાવના કારણે તેની સામે મિનિમમ ભાડામાં કોઈ વધારો ન થતા રીક્ષાચાલકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા હવે રીક્ષાચાલકો લડી લેવાના મૂડમાં છે.રીક્ષા ચાલક એકતા મંચ સહિત ગુજરાતના રીક્ષાચાલક યુનિયન દ્વારા દિવાળી બાદ 15 અને 16 નવેમ્બરના રોજ હડતાળ કરશે.. આ હડતાળ 14 નવેમ્બરના રાત્રીના 12 વાગે શરૂ થશે અને 16 નવેમ્બરે રાત્રે 12 વાગે પૂર્ણ થશે. જેને લઇને અમદાવાદ, વડોદરા રાજકોટ, ભાવનગર સમગ્ર ગુજરાતમાંથી આ હડતાળને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.જો હડતાળ થશે તો સમગ્ર ગુજરાતમાં 15 લાખ રીક્ષાના પૈડાં થંભી જશે.

જે રીતે CNGના ભાવમાં વધારો થયો છે તેને જોતા રીક્ષાચાલકોએ હડતાળ પાડી રીક્ષાના ભાડામાં ઉચ્ચક વધારો કર્યો હતો. રીક્ષાચાલકોની હડતાળને ગંભીરતાથી લઈ RTO અધિકારીએ 27 ઓક્ટોબરના રોજ તમામ રીક્ષા યુનિયન સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં મહત્વના મુદ્દાની ચર્ચા કરવામાં આવી. રીક્ષા યુનિયન આગેવાનોનું કહેવું છે કે સકારાત્મક વાતાવરણમાં આ બેઠક પૂર્ણ થઈ હતી. જેથી હાલ પૂરતા રીક્ષાચાલકોએ ભાડામાં કોઈ જ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.પરંતુ જો CNGના વધેલા ભાવ મુદ્દે સરકાર કોઈ ચોક્કસ પગલા નહીં લે તો 31મી ઓક્ટોબરના રોજ રીક્ષા યુનિયનના આગેવાનો બેઠક કરી હડતાળ અંગે નિર્ણય કરશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વકીલે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક નિયમના ભંગ બદલ PSIને સ્થળ પર જ ભરાવ્યો દંડ

આ પણ વાંચો : “છોકરો થયો છે” કહીને નર્સે પકડાવી દીધી બાળકી, પરિવારે હોસ્પિટલ પર બાળક બદલાવનો આરોપ લગાવ્યો

Published on: Oct 31, 2021 11:43 PM