અમદાવાદ (Ahmedabad) શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યા (Murder) નો બનાવ સામે આવ્યો છે. માધુપુરા વિસ્તારમાં છેડતી બાબતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા નીપજવનાર મુખ્ય આરોપીની પોલીસે (Police) પકડી પાડ્યો છે. યુવતીની છેડતી કરતા વ્યક્તિ સાથે પિતા અને ભાઈને માથાકુટ થઈ જેમાં પિતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે ભાઈની હાલત ગંભીર છે. પોલીસે મુખ્ય આરોપી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંને આરોપીઓ નામ વૈભવ ઉર્ફે વિરુજી ઠાકોર અને ભરત ઠાકોર આરોપી વૈભવ ઠાકોર છોકરીની છેડતી કરતા હોવાથી બંને આરોપીઓ સાથે છોકરીના ભાઈ અને પિતા તેજાભાઇ સાથે ઉગ્ર માથાકૂટ થઈ હતી અને જાતિવિષ્યક અપ શબ્દો બોલ્યા હતા. માથાકૂટ એટલી ઉગ્ર થઈ કે આરોપી વૈભવ ઠાકોર અને ભરત ઠાકોર ઘરમાંથી છરી લાવી તેજાભાઇના પેટના ભાગે છરીઓના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા તો તેના પુત્રને પણ ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. જોકે સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઘટનાની જાણ માધુપુરા પોલીસને થતાં પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી મુખ્ય આરોપી ને ઝડપી પડ્યો છે. આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપીઓ છૂટક મજૂરીનું કામ કરે છે. આરોપીઓ અને મૃતકને અગાઉ પણ માથાકૂટ થઈ હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જોકે ફરિયાદી દ્વારા એટ્રોસિટી દાખલ કરતાં આ સમગ્ર મામલે તપાસ એસ.સી.એસ. ટી. સેલને સોંપવામાં આવી છે.
હાલ તો પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી સહ આરોપીની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસના સહી સલામતના દાવાઓની વચ્ચે એક પછી એક બનતા હત્યાના બનાવો પોલીસ માટે પડકાર રૂપ સાબિત થઈ રહ્યા છે.
મહત્વનું છે કે જે રીતે બહેનની છેડતી કરતાં વ્યક્તિ સાથે ભાઈએ ઝગડો કર્યો હતો અને પિતાની હત્યા કરી ભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે ઉગ્ર સ્વરૂપ લેતા સમગ્ર મામલો હત્યામાં પરિવર્તન થયો. જોકે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે આરોપીની ધરપકડ પણ કરી છે. આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે અગાઉ પણ માથાકુટ થઈ હતી. હાલતો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 9:30 pm, Sat, 18 June 22