નવરાત્રી પર્વ પર અંગદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ, અંગદાન જાગૃતિ પર બનાવાયો ગરબો

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપ દેશમુખનો માનવું છે કે, હાલના સમયમાં અંગદાન ખૂબ જરૂરી છે. કારણ કે અંગદાન વગર લોકો જીવ ગુમાવી રહ્યા છે.

નવરાત્રી પર્વ પર અંગદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ, અંગદાન જાગૃતિ પર બનાવાયો ગરબો
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:30 PM

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ દેશમુખનો માનવું છે કે, હાલના સમયમાં અંગદાન ખૂબ જરૂરી છે. કારણ કે અંગદાન વગર લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો પાંચ લાખ જેટલા લોકો અંગદાનની રાહ જોઈ રહ્યા છે. જે લોકોના જીવ બચાવવા લોકોમાં અંગદાનને લઈને જાગૃતિ આવે તે જરૂરી છે જેના માટે જેટલા પ્રયાસ કરો તેટલા ઓછા છે. જે પ્રયાસના ભાગરૂપે અને એક સાથે લોકોમાં સરળતાથી સંદેશા માટે નવરાત્રી પર્વની પસંદગી કરવામાં આવી અને અંગદાન પર ગરબાની રચના કરવામાં આવી.

મનુ રબારીની વાત માનીએ તો તેઓને આ ગરબો બનાવવામાં 15 દિવસ જેટલો સમય લાગ્યો. જેમાં ગરબાનું લખાણ તેઓએ આપ્યું જ્યારે અવાજ કિંજલ રબારી આપ્યો તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ કહેવા પડતે હોય આ ગરબાની રચના કરી અને બાદમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રીએ આ ગરબાનું લોન્ચિંગ કરીને નવરાત્રીમાં ગરબે ઝુમવા માટે ગરબો રજૂ કર્યો હતો.

એક આંકડાકીય માહિતી જોઈએ તો વર્ષ 2021માં ગુજરાતમાં 70 અંગદાન થયા જ્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં 112 અંગદાન થયા તો અમદાવાદ સિવિલમાં ચાલુ વર્ષે 82 અંગદાન થયા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. અને ત્યારે દેશભરમાં વિવિધ સ્થળો ઉપર અંગદાનને લઈને જાગૃતિ આવે તે માટે કાર્યક્રમમાં યોજાયા. જે કાર્યક્રમમાં અઢી લાખ કરતા વધુ લોકોએ ભાગ લીધો. તો પંચમહાલના કાલોલના પીંગળી ગામના સરપંચ વિજયસિંહ સોલંકી એ નવ મહિનામાં 75000 ઉપર લોકોનું અંગદાન અંગે રજીસ્ટ્રેશન કરાવી એક અનોખું કાર્ય કર્યું. એટલું જ નહીં અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકોમાં રહેલી ગેરમાન્યતા દૂર થાય માટે વિવિધ કાર્યક્રમો પણ કરાઈ રહ્યા છે. જે કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં જ 108 અંગદાતાના પરિવારજનોનું સન્માન પણ કરાયું હતું.