Amit Shah: હવે ગાંધીનગર પહોચવું આસાન, ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મતવિસ્તારમાં 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

|

Jun 21, 2021 | 12:28 PM

Amit Shah: આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે વૈષ્ણોદેવી સર્કલ પર ઓવરબ્રિજ(Over Bridge)નું લોકાર્પણ થઈ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah)પોતાના મતવિસ્તારમાં બનાવાયેલા 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.

Amit Shah: આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે વૈષ્ણોદેવી સર્કલ પર ઓવરબ્રિજ(Over Bridge)નું લોકાર્પણ થઈ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah)પોતાના મતવિસ્તારમાં બનાવાયેલા 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. જેમાં વૈષ્ણોદેવી ઓવરબ્રિજનો પણ સમાવેશ થાય છે.

અમિત શાહે 28 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વૈષ્ણોદેવી બ્રિજ, 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા ખોડિયાર ફ્લાય ઓવર અને 34 કરોડ ખર્ચે તૈયાર થયેલા કલોલ-પાનસર ફ્લાય ઓવરનું લોકાર્પણ કર્યું છે. આ ઓવરબ્રિજના ઉપયોગથી રોજના લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફલાયઓવર માટે ફાળવણી થઈ હતી. વર્ષ 2020માં કામગીરી પૂરી કરવા માટેનો મર્યાદિત સમય હતો.

જોકે કોરોનાના કારણે નવેમ્બર 2020માં 6માંથી 2 ફલાયઓવર નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.. હવે વૈષ્ણોદેવી ઓવરબ્રિજ સહિત કુલ 4 ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા છે જેનાથી વાહનચાલકોને મોટી રાહત થશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખોડિયાર કન્ટેનર જંકશન બ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. 6 લેન બ્રિજથી ટ્રાફિકની સમસ્યા હવે હળવી થઈ જશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિલોડા-ગાંધીનગર-સરખેજ સુધીના આ બ્રિજના નિર્માણથી સમયની પણ બચત થશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આ કાર્યનું કામ પૂર્ણ થઈ જતા જનતા માટે રાહતનાં સમાચાર છે. આ ઓવરબ્રિજ નેશનલ હાઇવે-147 પર બનાવવામાં આવ્યો છે.

Next Video