અમદાવાદ ખાતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ હાજરી આપી હતી.
આગામી રથયાત્રા અને રમઝા ઈદને લઈને ભાઈચારો તેમજ કોમી એકતાની સાથે સોહાર્દનો માહોલ જળવાઈ રહે તે માટે અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઈફ્તાર પાર્ટીમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીની સાથે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ ઝોન 3ના ડીસીપી આર એફ સંગાડા, એસીપી આઈજી શેખ, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ એન એન પરમાર સહિત બહોળી સંખ્યમાં હિંદુ મુસ્લિમ કોમના આગેવાનોએ હાજરી આપી હતી. આ ઈફ્તાર પાર્ટી ગાયક પોલીસ સ્ટેશનના સૌજન્યથી રાખવામાં આવી હતી અને તેમાં સર્વે શાંતિ સમિતિના સભ્યો સહિત હિંદુ-મુસ્લિમ કોમના આગેવાનો પણ જોડાયા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]