AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15 પ્લોટ્સની હરાજી ટાળી, જાણો શું છે કારણ

|

Jul 23, 2021 | 8:24 AM

AMC હસ્તક આવેલા 16 જેટલા પ્લોટની હરાજી મારફતે વેચાણ કરી કરોડો રૂપિયાની આવક ઉભી કરવાની વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત 1 પ્લોટનું વેચાણ પણ થઈ હતું, તે પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  15 પ્લોટ્સની હરાજી ટાળી, જાણો શું છે કારણ
AMC cancels auction of 15 plots as authorities decide to reserve the plots for Olympics 2036

Follow us on

AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation – AMC) 15 પ્લોટ્સની હરાજી ટાળી દીધી છે. AMC ના 15 પ્લોટની હવે હરાજી નહીં થાય, કેમકે આ પ્લોટને વર્ષ 2036 માં ઓલિમ્પિક માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલા 16 જેટલા પ્લોટની હરાજી મારફતે વેચાણ કરી કરોડો રૂપિયાની આવક ઉભી કરવાની વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત 1 પ્લોટનું વેચાણ પણ થઈ હતું, તે પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાવવાનો હોવાથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ તમામ પ્લોટની જરૂર પડે તેમ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ પ્લોટની હરાજી કરી વેચાણ કરવાનું મોકૂફ રખાયું છે.

Next Article