Ahmedabd: પ્રિ-મોન્સૂન કામગીરીનાં નામે કોર્પોરેશનનાં કર્મચારીઓએ કરેલી મહેનતની પહેલા વરસાદે પોલ ખોલી નાખી
ચાંદલોડિયાથી શાયોના સિટીને જોડતા ગરનાળામાં ભરાયા પાણી

Follow us on

Ahmedabd: પ્રિ-મોન્સૂન કામગીરીનાં નામે કોર્પોરેશનનાં કર્મચારીઓએ કરેલી મહેનતની પહેલા વરસાદે પોલ ખોલી નાખી

| Edited By: | Updated on: Jun 17, 2021 | 1:53 PM

Ahmedabd : સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના અનેક વિસ્તાર એવા છે, જેના વિકાસની પોલ ચોમાસામાં ખુલી જાય છે. બુધવારે સાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા અમુક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ( pre monsoon activity) પોલ ખુલી ગઈ હતી.

અમદાવાદમાં પહેલા વરસાદમાં જ ચાંદલોડિયાથી (Chandlodia) શાયોના સિટીને જોડતા ગરનાળામાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદથી જ પાણી ભરાઈ ગયું હતું. તો ધોધમાર વરસાદ આવે તો સ્થિતિ શું થાય તે વિચારી શકાય નહીં. આ સમસ્યા આજકાલની નથી પણ 20 વર્ષ જૂની છે.તેમ છતાં કોર્પોરેશનના અત્યાર સુધીના સત્તાધીશો આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી, આ ગરનાળામાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા મોટર લગાવીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

ગરનાળામાંથી પાણી ભરાવવાને કારણે લોકોને 6થી 7 કિલોમીટર વધારે ફરીને જવું પડે છે. ત્યારે સવાલ એ છે કે કોર્પોરેશનના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? અને શહેરના જુદા-જુદા વિસ્તારોની આવી સમસ્યાઓનો ક્યારે ઉકેલ લાવશે?

આ સાથે જ રહીશો સવાલ કરી રહ્યા છે કે, દર વર્ષની સમસ્યા હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ નથી લવાતો?, સ્માર્ટસિટીના લોકોને પાણી ભરાવાની સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે? કોર્પોરેશન આવી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કેમ નિરસ છે? AMCના સત્તાધીશો લોકોની મુશ્કેલીઓ ઓછી કરવા પર ક્યારે ધ્યાન આપશે?