Ahmedabad: ખેડૂતોને શાહુકારોથી છુટકારો અપાવવાનું કામ ખેતી બેંકે કર્યુ છેઃ અમિત શાહ

|

Jun 28, 2022 | 3:42 PM

આઠ લાખ 42 હજાર ખેડુતોને 4543 કરોડનુ રૂણ ખેતી બેંકે આપ્યુ છે. પહેલા બેંક દ્વારા 2 ટકા પણ રાહત આપવામા આવતી નહતી. પરંતુ હાલમાં 2 ટકા રાહત પણ આપવામા આવી રહી છે.

Ahmedabad: ખેડૂતોને શાહુકારોથી છુટકારો અપાવવાનું કામ ખેતી બેંકે કર્યુ છેઃ અમિત શાહ
70th Annual General Meeting of Kheti Bank

Follow us on

અમદાવાદમાં ખેતી બેન્કની 70 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ જોડાયા

આજે અમદાવાદ (Ahmedabad) ખાતે ખેતી બેન્કની 70 મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું આ સાધારણ સભામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) વર્ચ્યુઅલ જોડાયા હતા આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. ખેતી બેંકની 70મી વાર્ષિક સાધરણ સભાના કાર્યક્રમમાં અમિત શાહએ વર્ચ્યુઅલ સંબોધન કરતા મહત્વનુ નિવેદન કર્યું છે. ભારત સરકાર કો.ઓપરેટિવ બેંક (Co-operative Bank) ને આગામી સમયમાં બેન્કિંગ સેકટર સાથે જોડવાની તૈયારીમાં છે. હાલ કો. ઓપરેટિંવ બેંકમાં તમામ બેંકને લાગતાં કામ થતા નથી, પરંતુ ભવિષ્યમાં તમામ બેન્કિંગ સાથે લાગતાં કામ કરી શકે તેવી સુવિધા ઊભી કરાશે.

આગામી સમયમાં સહકારી બેંકોને બેકિંગ સેક્ટર સાથે જોડવામાં આવશે તેમ અમિત શાહે ખેતી બેંકની સામાન્ય સભામા જણાવ્યુ હતુ. રાજ્યમાં ખેતી બેંકની સ્થાપનાને 70 વર્ષ પુર્ણ થયા છે ત્યારે તેની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓનલાઇન જોડાયા હતા જ્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, જગદીશ વિશ્વકર્મા સહીતના નેતાઓ સામાન્ય સભામા ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે ખેડુતો પૈસાના અભાવે જમીન પોતાને નામ કરી શકતા ન હતા પરંતુ ખેતી બેંકે ધિરાણ આપીને તમામને પગભર કર્યા છે. નાનાથી મોટા ખેડુતોને શાહુકારોથી છુટકારો અપાવવાનુ કામ ખેતી બેંકે કર્યુ છે. આજે બેંક લોંગ ટર્મ ધિરાણ કરી રહી છે. આઠ લાખ 42 હજાર ખેડુતોને 4543 કરોડનુ રૂણ ખેતી બેંકે આપ્યુ છે. પહેલા બેંક દ્વારા 2 ટકા પણ રાહત આપવામા આવતી નહતી. પરંતુ હાલમાં 2 ટકા રાહત પણ આપવામા આવી રહી છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

સાથે સાથે તેઓએ જણાવ્યુ હતુ કે ભારત સકરા કો ઓપરેટિવ બેંકને આગામી સમયમા બેન્કીંગ સેક્ટર સાથે જોડવાની તૈયારી કરી રહી છએ. હાલ કો ઓપરેટીવ બેંકમાં તમામ બેંકને લગતા કામ થતા નથી. પરંતુ ભવિષ્યમાં બેંકિંગ સાથે લગતા કામ કરી શકે તેવી સુવીધાઓ ઉભી કરવામા આવશે.

તો ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું કે 70મી સાધારણ સભા ચાર વર્ષ બાદ બોલાવવામાં આવી હતી. ખેતીબેનકમાં સૌપ્રથમવાર 20 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સારી એવી ભેટ પણ આપવામાં આવી છે. ખેડૂતોને અપાતી વિવિધ યોજનાઓમાં વધારો કરાયો છે. વન ટાઈમ સેટલમેન્ટ ખૂબ મોટી રાહત સભાસદો ખેડૂતોને આપવામાં આવી છે. નિયમિત ખાતેદાર જે લોન લેતા હોય તેમને 2 ટકાનું રિબેટ પણ જાહેર કરાયુ છે.

અત્યારે ખેતીબેન્કના 3 લાખ સભાસદો અને બેન્ક સાથે જોડાયેલા 5 લાખ ખેડૂતો છે. અમિત શાહના કો. ઓપરેટિવ બેંકને બેન્કિંગ સેકટર સાથે જોડવાના નિવેદન અંગે જણાવ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અમને બેન્કનો દરજ્જો તો આપ્યો છે પણ વાસ્તવમાં સંપૂર્ણ બેન્કિંગ કામગીરી નથી કરી શકતી એટલા માટે કે લાયસન્સ નથી. અમે લાયસન્સની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ.

ખેતી બેન્ક દ્વારા સભાસદો માટે ખાસ યોજના અમલમાં મુકશે. સભાસદોને ઘરે 10 વર્ષથી નીચેની દીકરી હશે તો તેની જાણ સભાસદ બેન્કને લેખિતમાં કરશે તો 250 રૂપિયાનું ખાતું પોસ્ટમાં ખોલાવી આપવામાં આવશે.

Published On - 3:13 pm, Tue, 28 June 22

Next Article